સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ખાતે માર્કેટ યાર્ડ એપીએમસીમાં ટેકાના ભાવથી ખરીદી સેન્ટર ચાલુ થતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. સુત્રાપાડા તાલુકાના પ્રાસલી માર્કેટ યાર્ડ એપીએમસીમાં સરકાર દ્વારા જાહેર કરેલ ચણાના ટેકાના ભાવ ૨૦ કિલોના રૂા.૧૦૬૭ થી સરકારની જાહેર કરેલ એજન્સી ગુજકોમાસોલ દ્વારા ખરીદી સેન્ટર ચાલુ કરેલ છે. ત્યારે આ ખરીદીનો પ્રારંભ સંસ્થાના ચેરમેન દિલીપભાઈ જશાભાઈ બારડ તેમજ ડાયરેકટર સૈલેન્દ્રસિંહ રાઠોડના હસ્તે કરવામાં આવેલ છે. ખુલ્લા બજારમાં ચણાના ભાવ નીચા હોય ટેકાના ભાવમાં અંદાજે રૂા.૨૫૦૦ થી ૩૦૦૦ ફેર પડતો હોય જેથી ખેડૂત ભાઈઓને સરકારી ખરીદીમાં વેચાણ કરવાનું જણાવેલ છે.