Monday, September 25

‘વિશ્વ જળ દિવસ’’ જેની આ વર્ષની થીમ ‘પરિવર્તનને વેગ’ : ઘર ત્યાં નળ અને જળ પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ લઈને દેશમાં જળક્રાંતિ શરૂ કરી

0

રાજકોટ જિલ્લાના બામણબોર અને આસપાસના વિસ્તારમાં વર્ષોથી ટેન્કરના પાણીથી ઓ-‘બા’ઓ વેઠી ચૂકેલી બહેનોના ઘરે હવે નળમાં મણ-મણના જળબોર વહેતા આવતા ‘બા-આંગણે જળક્રાંતિ છલકાઇ

૨૨ માર્ચ એટલે ‘‘વિશ્વ જળ દિવસ’’, જેની આ વર્ષની થીમ ‘પરિવર્તનને વેગ’ દ્વારા સ્વચ્છ પાણી ઘરે-ઘરે પહોંચાડવાના પ્રયાસમાં રાજકોટ જિલ્લો સફળ થઈ રહ્યો છે. પૃથ્વી ઉપરના દરેક સજીવ માટે પાણી શ્વાસ ખૂબ મહત્વ ધરાવે છે ત્યારે આ ‘‘વિશ્વ જળ દિવસ’’ બામણબોર અને તેની આસપાસના ગુંદાળા, નવાગામ, ગારીડા અને જીવાપર ગામો માટે લાપશીના આંધણ લાવ્યું છે. રાજકોટ જિલ્લાનો બામણબોર તેમજ આસપાસનો વિસ્તાર ભૌગોલિક રીતે ઊંધી ભૂ-ગોલિક(ઊંધી રકાબી) જેવો છે. જેના કારણે અહીંના લોકો વર્ષોથી પાણી માટે હાલાકી વેઠતા હતા. જાે કે હવે અહીંના નાગરિકોને પાણી બાબતે હાશ છે. ઘર ત્યાં નળ અને જળ પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ લઈને દેશમાં જળક્રાંતિ શરૂ કરી છે, અને ગુજરાતની ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે તેનો અસરકારક અમલ કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસો અને જિલ્લા વહીવટી તંત્રની પ્રતિબદ્ધતાના લીધે આજે અહીં નળમાં જળ વહેતા થયા છે, જેના કારણે અહીંના બેડાઓમાં પાણી જ નહીં, પણ બહેનોના ચહેરા ઉપર ખુશી છલકાઈ રહી છે અને હૈયે ટાઢક વળી છે. બામણબોર ૧-૨, ગુંદાળા, નવાગામ, ગારીડા અને જીવાપર ગામો ૬૫૦૦થી વધુની વસ્તી ધરાવે છે. આઝાદી બાદ હાલ સુધી સતત ટેન્કરોથી પાણી મેળવતા આ ગામોને હવે ઘરે ઘરે જળ મળી રહ્યું છે. બામણબોર અને તેની આસપાસના આ ચાર ગામો અગાઉ ચોટીલા તાલુકામાં સમાવિષ્ટ હતા. સરકારની યોજના દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોવા છતાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે ગામોને પાણી મળતું ન હતું. પોતાના સ્થાનિક સ્ત્રોતોથી ચોમાસા અને શિયાળાના થોડા સમય પાણી મેળવ્યા બાદ બાકીના સમયગાળામાં આ ગામોના નારગિકો વર્ષોથી ટેન્કરો દ્વારા પાણી મેળવતા હતા. પરંતુ હવે આ પાંચ ગામોનો રાજકોટ જિલ્લામાં સમાવેશ કરી રાજકોટના પાણી પુરવઠા વિભાગ દ્વારા તેમને જૂથ યોજનાથી જાેડી અને વાસ્મોની નલ સે જલ યોજના દ્વારા ઘરે- ઘરે પાણી પહોંચાડી આ સમસ્યાનો અંત લાવવામાં આવ્યો છે. જનજીવનને સૌથી આવશ્યક વસ્તુ પાણીના વિકટ પ્રશ્નને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિવારવામાં આવ્યું છે. દરેક ગામમાં મોટો સંપ, તેને અનુલક્ષીને નવી લાઈન નાખી પાણી પુરવઠા વિભાગ દ્વારા આ પાંચ ગામોને મચ્છુ ડેમ આધારિત જૂથ યોજનામાં જાેડવામાં આવ્યા છે. દરેક ગામમાં બે વખત સંપ ભરી પાણી વિતરીત કરવામાં આવી રહ્યું છે.
બામણબોર ગામના પાયલબેન બાવળિયા ઘરે પાણી પહોંચતા હાશકારો વ્યક્ત કરતા જણાવે છે કે, અત્યાર સુધી ગામમાં ટેન્કર આવતા અને ટેન્કરથી ડોલું અને બેડા સારીને ઘરે પાણી ભરવું પડતું. સગર્ભાવસ્થામાં પણ ડોલ સારીને પાણી ઘરે લાવતા પણ હવે આંગણે પાણી પહોંચતા મારા જેવી ગામની બીજી ગર્ભવતી બહેનોને પણ હાશકારો થયો છે. સરકારે અમારી દરકાર લઇ અમારા આંગણે પાણીની રેલમછેલ કરી આપી એ માટે આભારી છીએ. બામણબોરના પરા વિસ્તારમાં રહેતા માનસીબેન જાપડીયા પણ પોતાના ઘરે પાણી પહોંચતા ખુશી વ્યકત કરતાં કહે છે કે, નળ થી જળ યોજના આવવાના કારણે અમારા પરિવારના દરેકને લાભ થયો છે. પહેલા અમારા આખા દિવસનો સમય પાણી ભરવા અને તેની માટે રાહ જાેવામાં નીકળી જતો હતો. પાણીના ટેન્કરો આવતા ત્યારે અમારે લાંબી લાઈનમાં તેની માટે ઉભા રહેવું પડતું અને ઘણીવાર ટેન્કરમાં પાણી ખાલી થતા ખાલી બેડા લઈ પાછું આવવું પડતું. પણ હવે પાણી ઘરે જ પહોંચી ગયું છે. આ કારણે અમે દિવસ દરમ્યાનના રોજિંદા કામ માટે પૂરતો સમય ફાળવી શકીએ છીએ જેમાં વાસીદું,ખેતી જેવા કામો સમયસર પૂર્ણ કરી અમારા બાળકોના ઉછેર તેમજ અભ્યાસ માટે સમય કાઢી શકીએ છીએ.

error: Content is protected !!