માખીયાળા ખાતે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ દ્વારા ર૧ મી માર્ચે ‘વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ’ ડેની ઉજવણી કરાઈ

0

ર૧મી માર્ચ ‘વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે’ની વિશેષ ઉજવણી સાંત્વન વિકલાંગ મંડળ માખીયાળા ખાતે કરવામાં આવી હતી. જેમાં માખીયાળા શાળાના બાળકોની ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. ભાગ લેનાર તમામને સ્ટેશનરી કીટ, પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ઉપસ્થીત રહેલા મહેમાનોનું સ્વાગત દિવ્યાંગ દિકરીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આંગણે આવેલ શાળાના બાળકોનું કુમકુમ તિલક સાથે સ્વાગત આવકાર સ્થાપક પ્રમુખશ્રી નિલમબેન પરમાર દ્વારા કરાયું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ચાર આંગણવાડી વર્કર, આશા વર્કર તથા હેલ્પર બહેનોનું શાલ, બ્લેન્કેટ તેમજ સેનેટરી પેડ આપી મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીડબલ્યુસીના ચેરમેન ગીતાબેન માલમ, માખીયાળા ગામના સરપંચ શારદાબેન ગજેરા, ઉપસરપંચ નિતેશભાઈ, સિવિલ હોસ્પીટલના ડો.ચિરાગ રાજપુરા, ડો.પિયુષાબેન સોલંકી, મનીષાબેન પોપટ, હેમેન્દ્રભાઈ પરમાર તેમજ માખીયાળા આરોગ્ય વિભાગના બહેનો તથા ધોરાજી ઉમા મહિલા સંગઠનના સેજલબેન, માધુરીબેન વગેરે ઉપસ્થિત રહેલ હતા. પ્રાસંગિક પ્રવચન મનીષાબેન પોપટ, ડો.પિયુષાબેન સોલંકી, હેમેન્દ્રભાઈ પરમાર તથા ગીતાબેન માલમ દ્વારા આપવામાં આવેલ હતું. સ્વાગત પ્રવચન રેખાબેન પરમાર તથા આભાર દર્શન વિધિ નિલમબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના શુભેચ્છક શ્રી ઓન્લી ઈન્ડીયન દ્વારા કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!