શાપુર ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અજાણ્યા શખ્સનું મૃત્યું

0

વંથલી તાલુકાના શાપુર ગામે રહેતા મનસુખભાઈ ઉર્ફે કિશોરભાઈ ચૌહાણ ઉવ.પ૮એ પોલીસમાં એવી જાહેરાત કરી છે કે ગત તા.૧૧-૩-ર૩ ૧૭-૩૦ કલાકે શાપુર ગામ નજીક બનેલા બનાવમાં એક અજાણ્યો પુરૂષ રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા સફેદ કલરના ફોર વ્હીલના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે ચલાવી અને અજાણ્યા પુરૂષને ટકકર મારી અને ઈજા પહોચાડી નાસી છુટયો હતો દરમ્યાન અજાણ્યા પુરૂષને સારવાર માટે દાખલ કરવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું છે વંથલી પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!