મેંદરડા સાસણ રોડ ઉપરથી મોટર સાયકલમાં દારૂની હેરાફેરી : ત્રણ સામે કાર્યવાહી

0

મેંદરડા પોલીસે ગઈકાલે મેંદરડા સાસણ રોડ ઉપરથી એક મોટર સાયકલમાંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા સબબ બે શખ્સોને ઝડપી લીધા હતા જયારે એક શખ્સ હાજર નહી મળી આવતા કુલ ૩ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે મેદરડાના પોલીસ કોન્સ્ટેબલ જે એમ સિંધવે પ્રકાશભાઈ ઉર્ફે ભોલો ભિખાભાઈ (ઉવ.૩૧ રહેવાસી મેંદરડા,) સુમિતભાઈ કાન્તીભાઈ (ઉવ.૧૯ રહેવાસી મેંદરડા) તેમજ હાજર નહી મળી આવેલ અન્ય એક શખ્સ મળી ૩ વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આરોપીએ પોતાના હવાલાવાળી મોટર સાયકલ હિરો કંપનીની સિલ્વર કલરની ડિલકસ જેના નંબર જીજે ૧૧ બી-જી. પ૮ર૪વાળીમાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ર૪ મોબાઈલ ફોન તથા ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ વગેરે મળી કુલ રૂા.રપ૬૦૦ના મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લેવામાં આવેલ હતા જયારે અન્ય એક આરોપી હાજર નહી મળી આવેલ હોય કુલ ૩ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા મેંદરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!