જૂનાગઢના પોલીસ કર્મીનો શાપુર નજીકની વાડીમાંથી મૃતદેહ મળ્યો

0

જૂનાગઢમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગુમ થયા બાદ શોધખોળ હાથ ધરાઈ હતી. અને અંતે તેમનો મૃતદેહ મળી આવતા પોલીસબેડામાં અને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગેની મળતી વિગત મુજબ જૂનાગઢ પીટીસીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા બ્રીજેશ ગોવિંદભાઈ લાવડીયા (ઉ.વ.૪૮) કોઈ કારણસર સોમવારે પીટીસી કોલેજમાંથી નિકળી ગયા હતા અને વંથલી પોલીસ તેમજ પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. અને શાપુરના સીસીટીવી કેમેરામાં શાપુર બહારના રસ્તા તરફ જતા જાેવા મળ્યા હોય એ દિશામાં તપાસ શરૂ કરતા ખારા વિસ્તારમાં આવેલ ચીકુડીના બગીચામાં લટકતી હાલતમાં તેમનો મૃતદેહ જાેવા મળતા વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ મકવાણા, પીએસઆઈ સોનારા તથા સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસ કર્મીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!