Saturday, September 23

વિસાવદર પંથકમાં સરકારી ગૌચરની જમીન ગેરકાયદેસર રીતે કબ્જે કરવા અંગે ત્રણ સામે પોલીસ ફરિયાદ

0

જૂનાગઢ જીલ્લાના વિસાવદર ખાતે આવેલી સરકારી ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જાે કરી લેવા સબબ ત્રણ શખ્સો સામે વિસાવદરના મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, વિસાવદરના ઈન્ચાર્જ મામલતદાર ભીખાલાલ પોપટલાલ કતકપરાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, વિસાવદર ગામના સરકારી ગૌચર જમીનના સર્વે નંબર ર૮૦ની હે.૧૩-૯૬-૧૭ પૈકીની અનુક્રમે હે.૦-૬૩-૮૪, હે.૦-૯૩-૦૮, હે.ર-૦૩-૦પ વાળી જમીનમાં અનઅધિકૃત રીતે કબ્જાે કરવા સબબ મનસુખભાઈ વલ્લભભાઈ રાખોલીયા રહે.હનુમાનપરા, ભીખુભાઈ માધાભાઈ રાખોલીયા રહે.હનુમાનપરા, ભીખુભાઈ રવજીભાઈ અમીપરા રહે.કાલસારી વાળા વિરૂધ્ધ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે અને આ બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધિકારી હિતેશ ધાંધલ્યા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!