કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને જીએસટી વળતર પેટે રૂા.૯,૦૨૧ કરોડની ચુકવણ

0

કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી આવકમાં ઘટ સામે વળતર આપવાની જાેગવાઇ કરવામાં આવેલ હતી. આ માટે જીએસટી કમ્પેસેશન સેસ એકટની રચના કરાયેલ હતી. આ એકટની જાેગવાઇ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ને બેઝ ઇયર ગણી તેમાં વાર્ષિક ૧૪% લેખે વૃધ્ધિને આધારે તા.૧-૭-૨૦૧૭થી તા.૩૦-૬-૨૦૨૨ સુધી પાંચ વર્ષ માટે રાજ્યોની પ્રોટેક્ટેડ આવક નક્કી કરવામાં આવેલ હતી. આ સંદર્ભમાં ગુજરાત સરકારને મળવાપાત્ર જીએસટી વળતર પેટે રૂા.૯૦૨૧ કરોડની રકમ કેન્દ્ર સરકારે ગુજરાતને ફાળવી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતને આ રકમ ફાળવવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી ર્નિમલા સીતારામન અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

error: Content is protected !!