જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ઝેરી દવા પીતા મૃત્યું
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના ભરતભાઈ ઉર્ફે વિપુલભાઈ દેગામા(ઉ.વ.૩૭)એ તા.ર૧-૬-ર૦ર૩ના સવારના ૧૧ વાગ્યાના અરસામાં માનસિક ટેન્શનના કારણે ઝેરી દવા પી જતા તેનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ વધુ તપાસ ચાલવી રહી છે.
બિલખા વાડીના ગોડાઉનમાંથી ઝેરી જનાવર કરડી જતા મહિલાનું થયેલ મૃત્યું
જૂનાગઢના ગાંધીગ્રામ સરકારી ગોડાઉન પાસે રહેતા પ્રફુલાબેન જમનભાઈ ગોંડલીયા(ઉ.વ.પર)ની બિલખા નજીક આવેલી વાડીએ ગોડાઉનમાંથી કોઈ ઝેરી જનાવર તેમના જમણા હાથની આંગળીમાં કરડી જતા પ્રફુલાબેન ગોંડલીયાનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ બનાવ અંગે બિલખા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વંથલીના ગાંઠીલા ગામે આર્થિક ભીસના લીધે ઝેરી દવા પીતા મૃત્યું
વંથલી તાલુકાના ગાંઠીલા ગામે રહેતા દિનેશભાઈ મંગાભાઈ પરમાર આર્થિક ભીસના લીધે પોતાની મેળે ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ બનાવ અંગે વંથલી પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કેશોદના ડીપી રોડ ઉપર યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું
કેશોદના ડીપી રોડ ઉપર એપાર્ટમેન્ટમાં રહેતા પ્રશાંતભાઈ મનસુખભાઈ ત્રાગડીયા ઘરે એકલાં હોય કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં મોત નિપજ્યું હતું. કેશોદના ડીપી રોડ ઉપર રહેતાં પ્રશાંતભાઈનાં માતા બાજુમાં ધાર્મિક સ્થળે ગયાં હતાં ત્યારે બપોર બાદ ફોન ઉઠાવતાં ન હતાં ત્યારે પરત આવી અન્ય ચાવીથી દરવાજાે ખોલ્યો હતો. ત્યારે પ્રશાંતભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં હોય તાત્કાલિક કેશોદ પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. કોળી, પોલીસ સબ ઇન્સ્પેકટર કે.જે. પટેલ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કૃષ્ણસિંહ ઝાલા, દેવાભાઈ ભારાઈ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. મૃતક પ્રશાંતભાઈ એકલવાયું જીવન જીવતા હોય કંટાળીને મોતને વ્હાલું કર્યું હોવાનું માનવામાં આવે છે. કેશોદ નગરપાલિકા સંચાલિત શબવાહિની દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રશાંતભાઈ મનસુખભાઈ ત્રાગડીયા ઉંમર વર્ષ ૪૫ હસમુખો સ્વભાવ અને મળતાવળા સ્વભાવનો હોય જબ્બર મિત્ર વર્તુળ ધરાવતાં હોય કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે મિત્રો સ્નેહીઓ શોકાતુર બની ગયાં હતાં. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.