Thursday, September 28

જૂનાગઢ સહિત સોરઠમાં વરસાદના ભારે ઝાપટા

0

જૂનાગઢ સહિત સોરઠના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદના ભારે ઝાપટાનો દોર રહ્યો હતો અને હજુ પણ આકાશ ગોરંભાયેલું છે ત્યારે દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદના ઝાપટા પડવાની શકયતા છે. જાેકે, હવામાન વિભાગની આગાહી અનુસાર હળવાથી ભારે વરસાદનો દોર સતત ચાલું રહેવાનો છે. ગઈકાલે ગુરૂપુર્ણિમાના દિવસે સવારથી જ મેઘરાજાએ વિરામ લીધો હતો. બપોરના સમયે હળવા ઝાપટા પડી ગયા હતા અને દિવસ દરમ્યાન ઉકળાટભર્યું વાતાવરણ રહ્યું હતું. ગઈકાલના વિરામ બાદ આજે ફરી મેઘરાજા જૂનાગઢ શહેર અને જીલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસી રહ્યા છે અને હળવાથી ભારે ઝાપટા પડી રહ્યા છે.

error: Content is protected !!