શ્યામા પ્રસાદ મુખર્જીનો આજે જન્મદિવસ

0

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ ૬ જુલાઈ, ૧૯૦૧ના રોજ કોલકતામાં એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ આશુતોષ મુખરજી હતું, જેઓ બંગાળમાં એક શિક્ષણશાસ્ત્રી અને બુદ્ધિજીવી તરીકે જાણીતા હતા. ભારતના અગ્રણી હિંદુત્વવાદી રાજકીય નેતા અને આઝાદી પછીના પ્રથમ મંત્રીમંડળના સભ્ય.૧૯૩૪માં કોલકાતા યુનિવર્સિટીના કુલપતિપદે નિમાયા.કાૅંગ્રેસના ધારાસભ્ય તરીકે ૧૯૨૯માં બંગાળની ધારાસભામાં પ્રવેશીને તેમણે રાજકીય જીવનની શરૂઆત કરેલી, આ દિવસો દરમ્યાન તેઓ હિંદુ મહાસભાના પ્રમુખ વીર સાવરકરના સંપર્કમાં આવ્યા અને હિંદુ મહાસભામાં જાેડાયા. તે સંસ્થામાં સક્રિય બન્યા પછી તેઓ લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રાજગોપાલાચારી, સુભાષચંદ્ર બોઝ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવાર જેવા ઉચ્ચ કક્ષાના નેતાઓના સંપર્કમાં આવ્યા. ૧૯૪૩માં હિંદુ મહાસભાના પ્રમુખ બન્યા પછી દેશના વિવિધ પ્રશ્નો માટે તેમણે દેશના વિવિધ પ્રદેશોની મુલાકાત લઈ લોકસંપર્ક કરેલો. મહાત્મા ગાંધીની વિનંતીને માન આપી ઓગસ્ટ ૧૯૪૭માં સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં ઉદ્યોગપ્રધાન તરીકે ચિત્તરંજન લોકોમોટિવ, સિંદરી ફર્ટિલાઇઝર અને બેંગાલુરૂના હિંદુસ્તાન એર ક્રાફ્ટ – એ તેમની દેન છે. હિંદુ મહાસભાના બંધારણમાં આવશ્યક ફેરફાર ન થતાં ડો. મુખરજીએ અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક માધવરાવ ગોળવલકર સાથે લાંબી વિચારણાને અંતે ડો. મુખરજીએ ભારતીય જનસંઘની સ્થાપના ૨૧ ઓક્ટોબર ૧૯૫૧ ના કરી. હિંદુત્વને આ પક્ષે પોતાના ચિંતનમાં મુખ્ય સ્થાન આપ્યું અને સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવકોનો પક્ષને ટેકો મળતાં ડો. શ્યામાપ્રસાદના નેતૃત્વ નીચે ૧૯૫૨ની પ્રથમ લોકસભામાં ૩ અને રાજ્યની ધારાસભાઓમાં ૩૩ બેઠકો પક્ષે ૩ %થી વધુ મતો સાથે મેળવી, જેના લીધે જનસંઘને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મળી.
જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦, પરમિટ સિસ્ટમનો વિરોધ કર્યો
ડો. મુખરજી કહેતા હતા કે, ‘એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે’. આ સૂત્ર પ્રથમ જનસંઘ અને પછીથી ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ અને માર્ગદર્શક સિદ્ધાંત બની ગયું.ઓગસ્ટ ૨૦૧૯ માં ભારત કલમ ૩૭૦ કાયમ માટે રદ કરવામાં સફળ રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક વિધાન, એક પ્રધાન અને એક નિશાન’ હેઠળ ભારતને જાેવાનું ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું સ્વપ્ન પૂર્ણ કર્યું. ભારત સાથે જમ્મુ-કાશ્મીરને સાચી રીતે એકીકૃત કરી ભારતને એક મજબૂત અને સંયુક્ત રાષ્ટ્ર તરીકે જાેવાના તેમના સપનાને સાકાર કરવામાં સફળ થયા.

error: Content is protected !!