જૂનાગઢ સહિત સોરઠમાં ૮૦ ટકા ભેજ વાળા વાતાવરણ સાથે ઠંડીનું આક્રમણ

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ભેજમય વાતાવરણ વચ્ચે ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે અને જેને લઈને જનજીવન પ્રભાવીત બન્યું છે. ગત રવિવારે કમોસમી વરસાદ બાદ ઠાડાટબુકલા જેવું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું સતત આક્રમણ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ હજુ ઠંડી વધે તેવી શકયતા હવામાન વિભાગના ધિમંત વઘાસીયાએ દર્શાવી છે. આજે જૂનાગઢ અને સોરઠ પંથકમાં ઠંડીની શીત લહેર પ્રસરી ગઈ છે. જૂનાગઢ તેમજ સોરઠ પંથકમાં ૧ દિવસમાં તાપમાનનો પારો ૪.૧ ડિગ્રી ગગડતા શીતલહેર પ્રસરી ગઈ છે. ઠંડીની સાથે સવારે વાતાવરણમાં ધુમ્મસ પણ છવાય રહી છે. કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગમાંથી મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં શુક્રવારે ગિરનાર પર તાપમાન ઘટીને ૧૦.૨ ડિગ્રી થઈ જતાં સમગ્ર પર્વતીય વિસ્તાર ઠંડોગાર થઈ ગયો છે. ફરવા આવેલા પ્રવાસીઓએ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. છેલ્લા બે દિવસથી શરૂ થયેલો ઠંડીનો દોર સતત ત્રીજા દિવસે પણ યથાવત રહેતા લોકોની મુશ્કેલી વધી છે. ગુરૂવારે જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન ૧૯.૩ ડિગ્રી રહ્યા બાદ શુક્રવારની સવારે તાપમાનનો પારો ૪.૧ ડિગ્રી નીચે ઉતરીને ૧પ.ર ડિગ્રીએ સ્થિર થયો હતો. જેની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહેવાના કારણે ઠંડીએ વધુ પક્કડ જમાવી હતી. એટલું જ નહી બપોરનું મહતમ તાપમાન પણ ધરખમ રીતે ઘટીને ર૮.૬ ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમ્યાન ૪.૧ કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફુંકાતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. આખો દિવસ શીતલહેર રહેતા લોકોએ સ્વેટર, મફલર સહિતના ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડયો હતો. આજે તાપમાન જાેઈએ તો મેકસીમમ ર૧.૦, મીનીમમ ર૦.૦, ભેજ ૮૦ ટકા અને પવનની ગતિ ૮.ર રહી છે. આગામી દિવસોમાં પણ ઠંડીની મોજુ યથાવત રહેવાની શકયતા હવામાન જાેવાઈ રહી છે.

error: Content is protected !!