જૂનાગઢ કલેક્ટર કચેરીની જંગમ મિલ્કતો જપ્ત કરવા કોર્ટનો આદેશ

0

જૂનાગઢ ખાતે આવેલી કલેકટર કચેરીની જંગમ મિલ્કતનો જપ્ત કરવા કોર્ટ દ્વારા આદેશ જારી કરવામાં આવેલ છે. આ અંગે મળતી વિગત અનુસાર, જૂનાગઢની મેઘાણી નગર સોસાયટીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા છેક ૧૯૭૫માં બનાવાયેલા ૨૦૪ પૈકીના ૬૪ આવાસના જમીનના ટાઇટલ હજુ સુધી ક્લિયર નથી. આથી સોસાયટીના નરેન્દ્રભાઇ નરભેરામ ઠાકર સહિતના રહીશોએ કોર્ટમાં ઘા નાંખી હતી. જેમાં કલેક્ટર દ્વારા સરકારનો પક્ષ રાખવામાં ન આવતાં કોર્ટે એક તરફી જપ્તીનો હુકમ આપ્યો હતો. જેની અમલવારી માટે જુલાઈ ર૦ર૩માં પક્ષકારો કોર્ટના બેલીફને લઈને કલેકટર કચેરીએ ગયા હતા. જયાં સિનીયર સિટીઝનોને તેમની વાત સાંભળવા માટે બેસવા સુધ્ધાંનો વિવેક નહોતો કરાયો અને આ ડીપાર્ટમેન્ટલ મામલો છે કહી ત્યારે તેઓને વળાવી દેવાયા હતા. જાેકે બાદમાં કલેકટર દ્વારા ઉપરની કોર્ટમાં એવી અપીલ કરાઈ હતી કે, હુકમની અમલવારીમાં થયેલા ૪૪ મહિના ર૩ દિવસના વિલંબને માફ કરવામાં આવે અને ૩૮/ર૦૧૪નો આદેશ સ્વીકાર્ય નથી. દરમ્યાન ફરીથી તા.ર૧ નવે. ર૦ર૩ના રોજ જૂનાગઢના મુખ્ય સિનીયર સિવીલ જજ આર.જે. મીરાણીએ કોર્ટના બેલીફને ફરીથી એજ મતલબનો હુકમ કર્યો છે. જેમાં તા.૩૦ ડિસે. ર૦ર૩ સુધીમાં કલેકટર કચેરીની જંગમ મિલ્કતોની જપ્તીના હુકમની અમલવારી કરવા જણાવાયું છે.

error: Content is protected !!