જૂનાગઢની શ્રીજી કો-ઓપરેટીવ સોસાયટીનું કરોડોનું ફુલેકું : સભાસદોએ બ્રાંચ ઓફિસે હોબાળો મચાવ્યો

0

જૂનાગઢ જીલ્લામાં શ્રીજી કો-ઓપરેટીવ સોસાયટીએ ગ્રાહકો સાથે લાખો રૂપીયાની છેતરપિંડી કરી હોવાની ચર્ચા સાથે આક્ષેપો થઈ રહ્યા છે અને છેતરપિંડીના આ કરોડોના કૌભાંડમાં સભાસદોના નાણાં ડુબી ગયા છે ત્યારે સભાસદો દ્વારા બ્રાંચ ઓફિસે હોબાળો મચાવ્યો હતો અને છેતરપિંડી સહિતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ અંગે મળતી વિગત અનુસાર, જૂનાગઢ જીલ્લામાં છ થી વધુ શાખા ધરાવતી શ્રીજી કો-ઓપરેટીવ સોસાયટીના સભાસદો દ્વારા જૂનાગઢ બ્રાંચ ઓફિસે હોબાળો મચાવ્યો હતો. સેંકડો સભાસદોના લાખો રૂપીયા ફસાયા હોવાનું અને હાલ બ્રાંચની ઓફિસે તાળા મારીને સંચાલકો ફરાર હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ જીલ્લામાં છ થી વધુ શાખા ધરાવતી શ્રીજી કો-ઓપરેટીવ સોસાયટીએ ગ્રાહકો સાથે લાખો રૂપીયાની છેતરપિં આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય વર્ષથી સંસ્થાએ લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી રૂપીયાની ઠગાઈ કરી હતી. જેથી લોકોમાં હાલ રોષ જાેવા મળી રહ્યો છે. લોકો પોતાના રૂપીયા પરત મળે તેવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ કરોડોનું ફુલેકું ફેરવી ઓફિસને તાળા લગાવીદીધા છે. આ મામલે અગાઉ જીલ્લા કલેકટર કચેરી ખાતે છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમ છતાં લોકોના નાણા પરત મળ્યા નહી કે પેઢી સામે કોઈ એકશન લેવામાં ના આવતા અસંખ્ય રોકાણકારો દ્વારા ઝાંઝરડા ચોકડીએ આવેલી શ્રીજી કો-ઓપરેટીવ સોસાયટીની બંધ ઓફિસ સામે હંગામો કર્યો હતો.

error: Content is protected !!