કેશોદમાં એઈડ્‌સ દિવસે એઈડ્‌સ જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

0

શ્રી સર્વોદય હાઇસ્કૂલ કેશોદ એન.એસ.એસ. યુનિટ દ્વારા આયોજિત વિશ્વ એઇડ્‌સ દિવસ ડિસેમ્બર ૨૦૨૩માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારી હોસ્પિટલના કર્મચારી જાગૃતિબેન દ્વારા ધો.૯ થી ૧૨ના દરેક વિદ્યાર્થીઓને એઇડ્‌સ રોગથી બચવાના ઉપાયો અને તે થવાના કારણ જણાવી વિગતે માહિતી આપવામાં આવેલી અને સાથે સાથે વિદ્યાર્થીઓની રેલી યોજવામાં આવેલી જે શહેરના મુખ્ય માર્ગ વિસ્તારમાં વેરાવળ રોડ બસ સ્ટેશન રોડ વગેરે મુખ્ય ભાગમાંથી પસાર થઈને લોકો સુધી માહિતી પહોચાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં શાળાના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી શાળાના આચાર્ય એસ.આર. ચાવડા, પ્રોગ્રામ ઓફિસર ડાંગર, ઝાલા, સુપરવાઈઝરની જાગૃતિબેન શહેરમાં જે.એન. મોરી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

error: Content is protected !!