પ્રભાસ-પાટણ ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોકટરીની નિમણુંક કરવા માંગણી

0

પ્રભાસ-પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ ત્રણ ડોકટર બોન્ડેડ છે. જે ડોક્ટર પણ ત્રણ માસની રજા ઉપર છે તેની જગ્યાએ હાલ પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડેપ્યુટેશન ડોક્ટરથી ચાલે છે. જેમાં તારીખ ૪-૧૨-૨૦૨૩ના રોજ સવારના સમયે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ-પાટણ ભગવાન ભરોસે જાેવા મળેલ છે. ડેપ્યુટેશનમાં આવતા ડોક્ટર પણ હાજર ન હતા. જ્યારથી ડોક્ટર કંણસાગરાની પ્રમોશન સાથેને બદલી થયેલ છે. ત્યારથી પ્રભાસ પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ ડોક્ટર કાયમી નથી. કાયમી ડોક્ટર માટે લેખિત રજૂઆત પ્રભાસ-પાટણના એડવોકેટ કમલેશ એચ. બામણીયા દ્વારા તારીખ ૪-૯-૨૦૨૩ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી તથા ગીર-સોમનાથ, જૂનાગઢના સાંસદ તથા સોમનાથના ધારાસભ્ય વગેરે જેવા સક્ષમ હોદ્દેદારોને રજૂઆત કરેલ છે. તેમ છતાં પણ પ્રભાસ પાટણ કેન્દ્રમાં હાલ કોઈ કાયમી ડોક્ટર નથી અને તેને જ લીધે સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ પાટણ ભગવાન ભરોસે રહે છે. જાે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં નહીં આવે તો પ્રભાસ પાટણ તથા આજુબાજુના ગામના લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડશે અને જીવ પણ ગુમાવવા પડશે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

error: Content is protected !!