જૂનાગઢના સાધુ સંતો અને ગિરનારી ગ્રુપ દ્વારા ભવનાથ સ્થિત બોરદેવી મંદિર વિસ્તારમાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન

0

પ્રકૃતિનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે : લઘુમહંત શ્રી મહાદેવ ભારતીબાપુ(ભારતી આશ્રમ)

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દતાણી તથા સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તાજેતરમાં નવ નાથ, ચોસઠ જાેગણીનાં ગીરીવર ગિરનારમાં બેસણા છે. એવા ગિરનારની તાજેતરમાં લીલી પરિક્રમા પરિપૂર્ણ કરીને લાખો લોકોએ ભજન, ભોજન અને ભક્તિ કરીને પુણ્યનું ભાથુ બાંધી પ્રકૃતિનો આનંદ માણેલો હતો. આ લીલી પરિક્રમા દરમિયાન જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક સહિત અનેક વસ્તુઓનો દુરઉપયોગ કરીને પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડવામા આવેલ હતું. આ પ્રકૃતિ અને પર્યાવરણને સ્વચ્છ કરવા માટે સરકારી તંત્ર દ્વારા ખૂબ જ સરસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં બે દિવસથી વિવિધ સંસ્થાઓના સહયોગથી આ સ્વચ્છતા અભિયાન પુરજાેશમાં ચાલી રહ્યું છે. જેમાં ગિરનારી ગ્રુપના સભ્યો, ભવનાથ ભારતી આશ્રમના વિદ્યાર્થીઓ, સહિત અનેક લોકોએ સવારના ૦૮ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ગિરનારના પગથિયાં ફોરેસ્ટ ગેટથી બોરદેવી મંદિર સુધીના માર્ગ રસ્તા ઉપર સ્વચ્છતા અભિયાનમાં જાેડાઈને “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત”માં સહયોગ આપી પ્રેરણા સ્ત્રોત બનવાનો એક નાનકડો પ્રયાસ કરેલ હતો. આ સ્વચ્છતા અભિયાનમાં ભારતી આશ્રમના લઘુમહંત શ્રી મહાદેવ ભારતીબાપુ, મહાદેવ ગીરીબાપુ અવધૂત આશ્રમ, અમૃતગીરી બાપુ ચકાચક બાપુ, જગજીવનદાસ બાપુ મહામંડલેશ્વર સૂર્યમંદિર, કિશનદાસ બાપુ રામ ટેકરી, લાલુગીરી બાપુ માખીયાળા, દલપત સ્વામી શિવ નિકેતન આશ્રમ, ડો. રાજેશ્વરી માતાજી સોમનાથ મહાદેવ જુનાગઢ, મહેશ્વરી માતાજી ઋષિરાજ આશ્રમ, પ્રો. ભાવનાબેન પારેખ યુ. એસ., અલ્પેશભાઈ મહેતા, ગોવિંદભાઈ વેગડ, લાલજીભાઈ અમરેલીયા ઉતારા મંડળ, ભીમશીભાઇ ચંદ્રવાડીયા, ભારતી આશ્રમ ખાતે ચાલતી સ્કૂલના ૯૦ વિદ્યાર્થીઓ, ઈનચાર્જ એ.સી.એફ. ભાલીયા, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ, ભવનાથ વેપારી એસોસિયના જયભાઈ આહીર, ધરણાંતભાઈ (દાઢી), વિપુલભાઈ કટારા સહિત ગિરનારી ગ્રુપના સભ્યો નરેન્દ્રસિંહ ચુડાસમા, કિર્તીભાઈ પોપટ, દેવાંગભાઈ પંડ્યા, સમીરભાઈ દવે, સંજયભાઈ મહેતા, ભાર્ગવભાઈ દેવમુરારી, ભાર્ગવભાઈ દવે, દિનેશભાઈ રામાણી, તન્નાભાઈ, ર્હઙ્મઅ ૈંહઙ્ઘૈટ્ઠહ સહિતના લોકોએ ભગીરથ કાર્યમાં મહત્વનો ભાગ ભજવેલ એવા તમામ કાર્યકરોનો ગિરનારી ગ્રુપે આભાર વ્યક્ત કરેલ હતો તેમ યાદીના અંતે જણાવેલ હતું.

error: Content is protected !!