જૂનાગઢના યમુનાનગરમાં તસ્કરોનો હાથફેરો : બંધ મકાનમાંથી ૬૮,૫૦૦ના મુદ્દામાલનો હાથફેરો

0

જૂનાગઢના યમુનાનગરમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા ૬૮,૫૦૦ના મુદ્દામાલનો હાથફેરો કરી ગયા હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જુનાગઢ શહેરમાં શાંતેશ્વર રોડ વિસ્તારમાં શનિવારની રાત્રે એક મકાનમાંથી રૂપિયા ૩૫,૫૦૦ની માલમતાની ચોરી થઈ હતી. આ જ વિસ્તારમાં તસ્કરોએ અન્ય ૬ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેના તસ્કરો હજુ પકડાયા નથી. ત્યાં શહેરમાં તાલુકા પોલીસ સ્ટેશન હેઠળની કેમરી સોસાયટી નજીકના યમુનાનગરમાં રહેતા અને ટ્રક ડ્રાઈવિંગનું કામ કરતા અમાનભાઈ અબ્દુલભાઈ કશીરી રવિવારની સાંજે માર્કેટીંગ યાર્ડ ખાતે ભાડું કરવા અને તેમના પત્ની પિયર ગયા હતા. ત્યારે પાછળથી રાત્રીના સમયે તેમના બંધ મકાનના દરવાજાના નકુચા તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને મકાનના હોલની દિવાલ ઉપરથી રૂા.૧૧,૦૦૦ની કિંમતનું એલઈડી ટીવી તેમજ કબાટમાંથી રૂપિયા પ૪,પ૦૦ની રોકડ રકમ તેમજ ચાંદીના સાંકડા અને કાંડા ઘડીયાળ વગેરે મળી કુલ રૂા.૬૮,પ૦૦ના મુદ્દામાલની ચોરી કરીને નાસી ગયા હતા. આ અંગે સોમવારે ફરિયાદ કરવામાં આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!