જૂનાગઢના સ્વાતંત્ર સેનાની લાભશંકરભાઈ દવેનું નિધન

0

જૂનાગઢ મુક્તિ સંગ્રામનાં સેનાની અને ૯ નવેમ્બર ૧૯૪૭ ના દિવસે સવારે ૯ વાગ્યે જૂનાગઢના ઉપરકોટ પર ત્રિરંગો ફરકાવનાર આરઝી હકૂમતની ટુકડીના સભ્ય લાભશંકર દેવશંકર દવેનું ગઇકાલ તા. ૩ ડિસે.ના રોજ ૯૪ વર્ષની જૈફવયે નિધન થયું છે. તેઓ મૂળ બિલખાના વતની હતા. જૂનાગઢને મુક્ત કરાવવા રચાયેલી આરઝી હકૂમતના તેઓ સેનાની હતા. એ પહેલાં વર્ષ ૧૯૪૨ માં ગાંધીજીની આગેવાનીમાં શરૂ થયેલી હિંદ છોડો ચળવળમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. આથી એ વખતે નવાબની પોલીસે તેમને પકડીને ૭ મહિના મેંદરડાની જેલમાં પૂર્યા હતા. લાભશંકરભાઇ જૂની એસએસસી ભણેલા હતા અને દેશ આઝાદ થયા બાદ ૧૯પ૦-પરના અરસામાં કલેકટર કચેરીમાં નોકરીમાં જાેડાયા હતા. ત્યારબાદ લોકલ ફંડ એકાઉન્ટ, સમાજ કલ્યાણ અને છેલ્લે જીલ્લા તિજાેરી કચેરીમાં ફરજ બજાવી સિનીયર કલાર્ક તરીકે નિવૃત થયા હતા. તેમના પરિવારમાં ૩ પુત્રો વિજયભાઈ, સ્વ. ભરતભાઈ, કૃષ્ણકુમાર(કાળુભાઈ), ૩ પૌત્રી અને ૧ પૌત્ર છે. ગાંધીયુગ અને જુની પેઢીના પ્રતિનિધિ એવા સ્વાતંત્ર સેનાની લાભશંકરભાઈ દવેને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે. આ તકે સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર દ્વારા પણ લાભશંકરભાઈ દવેને હૃદયપુર્વક શ્રધ્ધાસુમન અર્પણ કરે છે.

error: Content is protected !!