ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ૬૧માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની ઉજવણી લાલ દરવાજા ખાતે કરાઈ

0

લાંબી અને પ્રશંસનીય સેવા બદલ હોમ ગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ કર્મચારીઓ તથા અધિકારીઓને મેડલથી સન્માનિત કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : હોમગાર્ડઝ તથા સિવિલ ડિફેન્સના અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

લાલદરવાજા ખાતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને ૬૧માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની રાજયકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે લાંબી અને પ્રશંસનીય સેવાઓ બદલ હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ અધિકારીઓને રજત તથા બ્રોન્ઝ મેડલ એનાયત કરાયા હતા. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી દ્વારા હોમગાર્ડસ તથા સિવિલ ડિફેન્સના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મંત્રીએ તલવારબાજી, રસ્સા ખેંચ, ડાંગી નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળ્યા હતા. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે ‘કોફી ટેબલ બુક’નું વીમોચન તથા સી.પી.આર તાલીમ માટેના એમ.ઓ.યુ કરાયા હતા. હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના ૬૧માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જણાવ્યું હતું કે, આ દિવસ નિમિત્તે હોમગાર્ડઝની પરેડનું નિરીક્ષણ કર્યા બાદ ગર્વની લાગણી અનુભવાય છે. હોમગાર્ડઝના ભાઈઓ તથા બહેનોની પરેડમાં તેમના દરેક કદમ ઉપર દેશભક્તિનો અનેરો ઉત્સાહ તેમની આંખોમાં દેખાતો હતો તેમ તેમણે જણાવ્યું હતું. જેનો ખૂબ જ આનંદ અનુભવાય છે. ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના સંરક્ષણ માટે હોમગાર્ડઝનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કપરા સમયમાં જ્યારે ડોક્ટરો દર્દીઓના જીવ બચાવવાના પ્રયત્ન કરતા હતા, તેવા સમયમાં હોસ્પિટલના ગેટ ઉપર હોમગાર્ડઝના કર્મચારીઓ તાત્કાલિક સારવાર માટે દર્દીઓના સ્ટ્રેચર ખેંચવામાં સહાયરૂપ થતા હતા. પોતાના જીવની ચિંતા કર્યા વગર દર્દીઓના જીવ બચાવવામાં હોમગાર્ડઝના કર્મચારીઓએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં થોડાક સમય પહેલા બીપરજાેય વાવાઝોડા વખતે હોમગાર્ડઝના જવાનોએ દેવભૂમિ દ્વારકા ખાતે અસાધારણ ફરજ બજાવી હતી. જેમાં તેઓએ માર્ગ ઉપરથી ધરાશાય થયેલ વૃક્ષો હટાવવા અને નાગરિકોને એક સ્થળેથી અન્ય સ્થળ પર ખસેડવામાં પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો જે સરાહનીય બાબત છે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ઝ્રઁઇ ટ્રેનિંગના સ્.ર્ં.ેં થયા છે, જેનો અનેરો આનંદ છે, ગુજરાતમાં પોલીસ હોમગાર્ડઝના કર્મચારીઓને આ ટ્રેનિંગ થોડા દિવસ પહેલા જ આપવામાં આવી હતી. જેથી ગુજરાતના ઘણા એવા સામાન્ય નાગરિકોને આ ટ્રેનિંગથી મદદ મળી છે અને હવે, ઝ્રઁઇની ટ્રેનિંગ દરેક હોમગાર્ડઝને આપવામાં આવશે અને ટ્રેનિંગ મેળવ્યા બાદ તેવો ડોક્ટર સમાન નહીં પરંતુ ભગવાનના દૂત તરીકે કાર્યરત થશે તેવો વિશ્વાસ છે તેમ તેમણે જણાવ્યું હતું. ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સના અન્ય અધિકારીઓની ચિંતા કરીને તેમના પગારની બાબત હોય કે, વહીવટી ક્ષેત્રને લગતી કોઈ બાબત તમામ પાસાઓને આવરી લઈને હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓને લાભ આપ્યા છે અને રાજ્યસરકાર આગળ પણ લાભ આપવા માટે કટિબદ્ધ છે. અંતે તેમણે જણાવ્યું હતું કે, હોમગાર્ડઝ એ સામાન્ય પોસ્ટ નથી, એ ગુજરાત સરકારની સૌથી મહત્વની પોસ્ટ છે. જેનું રાજ્યસરકાર અને રાજ્યના તમામ નાગરિકોને ગૌરવ છે. એ જ રીતે સિવિલ ડિફેન્સના તમામ કર્મચારીઓ આગ જેવી હોનારતમાં મહત્વની કામગીરી કરીને ઊંચી ઈમારતો પરથી વ્યક્તિઓના જીવ બચાવવાની કામગીરી કરતા હોય છે. જેની રાજ્યસરકાર સરાહના કરે છે. તેમ તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આજે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના સ્થાપના દિવસે તમામ વિજેતા અધિકારીઓ અને કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું અને તેવી આ જ રીતે રાજ્યસરકાર તરફ તેમનું યોગદાન આપતા રહે અને નાગરિકોને મદદરૂપ નીવડે તેમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય, ગૃહ અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, હોમગાર્ડઝ કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ, નાગરિક સંરક્ષણ સંયુક્ત નિયામક ગૌતમભાઈ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઇ જૈન તેમજ પોલીસ અધિકારીઓ, હોમગાર્ડઝ અધિકારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોવિઝનલ બોમ્બે સ્ટેટમાં ૬ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ પ્રથમ હોમગાર્ડ યુનિટની શરૂઆત કરવામાં આવેલ હતી, ૧ મે ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યારે માત્ર ૫૦૦૦ સંખ્યા બળ ધરાવતા હતા. હાલમાં કુલ ૪૫,૬૪૦ જેટલા માનદ્‌ હોમગાર્ડ સભ્યો સેવા આપી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ રાજ્યમાં આવતી કોઈપણ માનવસર્જિત અને કુદરતી આફતોમાં પોતાની પરવાહ કર્યા વિના નાગરીકોના જાનમાલની રક્ષા કરવા માટે ખડેપગે ફરજ બજાવનાર આ દળ છે. સને-૧૯૬૨ ના ચીન સામેના યુધ્ધ અને કુદરતી આપત્તિના સમયે બહુમુલ્ય નાગરીકોની જાનહાનિ ઓછી થાય તે માટે સ્વયંસેવક નાગરીકોનું એક દળ બનાવવાના ઉદ્દેશ્યથી નાગરીક સંરક્ષણ અધિનિયમ-૧૯૬૮ હેઠળ “સિવીલ ડિફેન્સ” ની સ્થાપના કરવામાં આવી હતી.

error: Content is protected !!