જૂનાગઢ નજીક આવેલા ઉપલા દાતારના ડુંગર ઉપર સિંહે દેખા દેતા કેમેરામાં કોઈએ કેદ કરી લઈ વિડીયો વાયરલ કર્યો છે. જૂનાગઢ અને ભવનાથ ક્ષેત્ર તેમજ આસપાસના વિસ્તારોમાં સિંહ-દિપડા, મગર વિગેરે અવાર-નવાર દેખા દે છે. વિશેષમાં આ અંગે મળતી વિગત અનુસાર, ગિરનાર અભ્યારણમાં અસંખ્ય વન્ય પ્રાણીઓનો વસવાટ છે. અવાર નવાર સિંહ-દિપડા, હરણ સહિતના પ્રાણીઓ-પક્ષીઓ જાેવા મળે છે. ગઈકાલે વહેલી સવારે ઉપલા દાતારના ડુંગર ઉપર એક વનરાજ લટાર મારતા અને નારાયણ ધરો પાસે એક મહાકાય મગર દેખાયો હતો. ગઈકાલે વહેલી સવારે શિયાળાની ઠંડીમાં જાણે વનરાજ મોર્ન્િંાગ વોકમાં નીકળ્યા હોય તેમ ઠંડીમાં ઉપલા દાતારના ૧૭૦૦ ફૂટની ઉંચાઈએ પગથીયા ઉપર પસાર થતો એક વનરાજ પસાર થયો હતો. તેનો વિડીયો કોઈએ મોબાઈલમાં કેદ કરતા વાયરલ થયો છે. અહી અવાર-નવાર દિવસ દરમ્યાન સિંહ પરિવાર નીચે ઉતરીને વિલિંગડન ડેમ સાઈટ ઉપર જાેવા મળે છે. હાલમાં શિયાળાની સિઝનમાં સિંહના આંટાફેરા જાેવા મળ્યા હતા. જયારે અહીના ગિરનાર રોડ ઉપર ભવનાથ વિસ્તારમાં આવેલ નારાયણ ધરોમાં અનેક મગરોનો વસવાટ છે. ગઈકાલે સવારે એક મહાકાય મગર પાણીમાંથી બહાર નીકળીને ઠંડીથી બચવા જાને કલાકો સુધી સૂર્ય સ્નાન કરતો નજરે ચડ્યો હતો. મગર એટલો મોટટો હતો કે તેને જાેઈને ડર લાગે પરંતુ આવા અનેક મગરોનો નારાયણ ધરોમાં વસવાટ છે પરંતુ કયારેય કોઈ ઉપર હુમલો કર્યો હોય તેવી ઘટના બની નથી.