રૂા.૫,૦૦૦ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપાયો

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. અરજદાર ઉજવલકુમાર નરેશભાઇ રાઠોડ અમદાવાદના વતની હોય, જૂનાગઢ ફરવા આવેલ હોય, ઉજવલકુમાર બસ સ્ટેશનથી સક્કરબાગ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે દરમ્યાન તેમનો રૂા.૫,૦૦૦/-ની કિંમતના સામાનનો થેલો ખોવાયેલ હોય, જે થેલામાં નવા કપડા, શુઝ તથા અન્ય જરૂરી સામાન હોય. સક્કરબાગ ઉતર્યા બાદ ઉજવલકુમારને માલુમ પડેલ કે તેમની સાથે રાખેલ બેગ તેઓ ઓટો રિક્ષામાં જ ભુલી ગયેલ છે. તેમણે આજુબાજુ તપાસ કરેલ તેમજ તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તેમનો સામાન મળેલ નહિ, ઉજવલકુમારની નજર ત્યા લગાવેલ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના બેનર ઉપર પડતા તેમણે તાત્કાલીક તેમાં લખેલ મોબાઇલ નં.પર સંપર્ક કરેલ. આ બાબતની જાણ નેત્રમ શાખા(કમાન્ડ શ્ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા(કમાન્ડ શ્ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. વિમલ ભાયાણી, પો.કોન્સ. હાર્દીકભાઇ સિસોદીયા, ગિરીષભાઇ કલસરીયા, એન્જીનીયર રીયાઝભાઇ અંસારી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ઉજવલકુમાર જે સ્થળેથી ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ ઝ્રઝ્ર્‌ફ ફૂટેજની મદદથી ચેક કરતા ઉજવલકુમાર પોતાના રૂા.૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ઓટો રિક્ષામાં જ ભુલી ગયેલ હોય તેવું જણાયેલ. જે આધારે તે ઓટો રિક્ષાનો રજી. નં. ય્ત્ન-૩૪-્‌-૦૧૬૨ શોધેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે થેલો તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઉજવલકુમાર રઠોડનો રૂા.૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો શોધી ગણતરીની કલાકોમાં રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ઉજવલકુમાર રાઠોડે જણાવેલ કે તેમને આ સામાન પરત મળે તેવી આશા પણ ના હતી અને આટલી ઝડપથી આ સામાન પોલીસે શોધી આપતા ખુબજ ખુશ થઇ ગયેલ અને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ શ્ કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂા.૫,૦૦૦/-ની કિંમતના સામાનનો થેલો શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

error: Content is protected !!