દાવતે ઇસ્લામી ઇન્ડિયા ટ્રસ્ટનું એક ડીપાર્ટમેન્ટ જી.એન.આર.એફ.(ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન) દ્વારા જૂનાગઢ શહેરમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન તારીખ ૩-૧૨-૨૦૨૩ રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭૦ની આસપાસ દર્દીઓએ લાભ લીધો હતોે. દર્દીઓને દવા પણ ફ્રીમાં આપવામાં આવી હતી. આ નિદાન કેમ્પમાં પીરે તરીકત સૈયદ કાદરી બાપુની હાજરી રહી અને કાન, નાક, ગળાના સર્જન ડો. અતીક રવન્ના, હાડકા અને મણકાના સર્જન ડો. શાહનવાઝ મકઙી, દાંતના સર્જન ડો. રીફાઝ મોદી અને બાળકોના ડો. મુદ્દસીર તથા એજાઝભાઇ ચૌહાણ, જાવિદભાઇ ઠેબા, વસીમ ખાન, અમજદખાન પઠાણ, ઇકબાલભાઇ સોરઠીયા, ફરાઝભાઇ અને બીજા ઘણા બધા સેવાનુભાવીઓએ હાજર રહી ખિદમત આપેલ હતી.