શીલ પંથકના થલી ગામે જુગાર દરોડો : રૂા.૧,૭૯,પ૬૦ના મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા

0

શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા થલી ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં તળાવની પાળ ઉપર બાવળના જંગલમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શીલ પોલીસે જુગાર અંગે દરોડો પાડતા રૂા.૧,૩૪,૦૬૬ની રોકડ તથા મોબાઈલ ફોન, મોટરસાઈકલ વિગેરે મળી કુલ રૂા.૧,૭૯,પ૬૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ દરોડા દરમ્યાન પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે જ્યારે નાસી છુટેલા ચાર શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ જુગાર દરોડા અંગે કુલ નવ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેની વધુ તપાસ માંગરોળના સર્કલ પોલીસ ઈન્સ્પેકટર એસ.આઈ. મઘરા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!