ભાજપની આબરૂને ધુળ ભેગી કરનારા ‘નમૂના’ઓનેટિકીટ ફાળવણીમાંથી ગાયબ થવાના છે !
જૂનાગઢ મહાનગરના લોકો જેની લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા છે તેવી કોર્પોરેશનની ચૂંટણી સાવ નજીક આવી ગઈ છે. ડિસેમ્બરમાં તો જાહેરનામું બહાર પડે તેવી શક્યતા છે અને જાન્યુઆરીમાં જ ખુબ ટુંકા ગાળામાં ચૂંટણી યોજી નાખવા વ્યુહ ઘડી કાઢવામાં આવ્યો છે અને કોર્પોરેશનની બારણે આવી ગયેલી આ ચૂંટણીમાં ભૂતકાળમાં જે રીતે થયું હતું તે રીતે આ વખતે પણ ટિકીટ મેળવવા માટે ભાજપના જ ભૂતપૂર્વ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ભારે વલખા મારી રહ્યા છે અને પોતાની છબી વધુ સારી થાય તે માટેના પ્રયત્નો પણ કરી રહ્યા છે અને છેક સુધી એટલે કે પ્રદેશ કક્ષા સુધી ભારે લોબીંગ કરવામાં આવી રહ્યું હોવાનું આધારભૂત રીતે ચર્ચાઈ રહ્યું છે. જાેકે ભાજપનું નામોનિશાન મિટાવી દેવા માટેના જે કુ-કાર્યો ભાજપના જ કેટલાક પદાધિકારીઓએ કર્યા છે. આવા નમૂનાઓને વાડીચોળીને સાફ કરી અને નવા ચહેરાને હાઈલાઈટ કરવાના પ્રયાસો ઉચ્ચકક્ષાએથી શરૂ થઈ રહ્યા છે અને જેને લઈને પણ અનેક તર્કો થઈ રહ્યા છે.
સાવ નજીક આવી ગયેલી જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીનું ધિંગાણું દર વખતની જેમ આપણે આપણી રીતે અને કોઈપણ ભોગે ટિકીટ મેળવશું અને પાછા ચૂંટણીમાં જીતી પણ જાશું તેવા વહેમમાં રહેલા કાટલાછાપ નમૂનાનું ભાવી આ વખતની ચૂંટણીમાં અંધકારમય બની ગયું છે તેમ છતાં પણ આવા કાટલાઓ જાેરદાર પ્રયત્નો હાલ કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોમાં આવવાના હોય તેવી ખબર પડતાની સાથે જ ૧૦૦ કિલોમીટરના અંતરમાં આવા છાપેલા કાટલા તેને મળવા પણ દોડી જતા હોય છે. મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને સારૂ લગાડવા માટેના ભરપુર પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ બીજી તરફ ભાજપ હાઈકમાન્ડ આ વખતે કહેવાતા આ નમૂનાઓને કદ પ્રમાણે વેતરી નાખવાના મુડમાં છે તો બીજી તરફ જૂનાગઢની સાણી સમજુ પ્રજા આ વખતેની ચૂંટણીમાં પોતાનો મત આપી અને આશ્ચર્યજનક પરિણામો આપી અને નવાજુની કરવાના મુડમાં છે અને તેવા સંજાેગોમાં જાે છાપેલ કાટલાઓને ટિકીટો જાે આપવામાં આવશે તો તેને વાડીજુડીને સાફ કરી નાખી અને ડિપોઝીટ પણ ડુલ કરી નાખે તેવો જનતાનો મિજાજ જાેવા મળી રહ્યો છે. ભાજપના ઉચ્ચસ્તરીય વર્તુળો અત્યાર સુધી જેમ કોર્પોરેશનની ચૂંટણી વખતે ફ્રેશ ચહેરા લઈ આવી અને પ્રજામાં જે સર્વમાન્ય નેતાઓને લાવી અને ચૂંટણીનો ગઢ જીતી લેતી હતી તેમ આ વખતે પણ આવો જ એક નવો ખેલ પાડવા માટે કમર કસી હોવાનું પણ જાણકાર સુત્રોમાંથી જાણવા મળે છે.