ખંભાળિયાની બેંક ઓફ બરોડામાં દ્વારા કિસાન લક્ષી કાર્યક્રમ યોજાયો

0

‘બરોડા કિસાન મેળા’માં ધરતીપુત્રોને ચેકનું વિતરણ કરાયું

ખંભાળિયામાં બેંક ઓફ બરોડાના ક્ષેત્રીય કાર્યાલય દ્વારા “બરોડા કિશાન મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય યજમાન તરીકે બેંક ઓફ બરોડાના મુંબઈના ચીફ જનરલ મેનેજર સંજય ગ્રોવર, રાજકોટ ઝોનના જનરલ મેનેજર સુશાંતકુમાર મોહંતી, જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના વિજ્ઞાનિક આશાબેન દેત્રોજા તેમજ જામનગર ક્ષેત્રના રીજનલ મેનેજર ચંદન સિંહ અને ડેપ્યુટી રીજનલ મેનેજર નવી સાહા ઉપસ્થિત રહેલા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જે ખેડૂતભાઈઓએ બેંક પાસેથી લોન મેળવેલ છે, તેઓને ચેક વિતરણ અને સખી મંડળની બહેનો જૂથ દ્વારા આગળ આવે તે માટે ચેક આપવામાં આવ્યા હતા. સાથે સાથે બેંકમાંથી ક્યા ક્યા પ્રકારની લોન મળે છે, તે બાબત ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ખંભાળિયાની બેંક ઓફ બરોડા શાખાના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

error: Content is protected !!