માંગરોળમાં કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત, યુવકે ગળેફાંસો ખાધો

0

માંગરોળમાં બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી મોત થતાં અને એક યુવકે ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. માંગરોળમાં કેશોદ રોડ ઉપર આવેલ દાતાર મંઝીલ વિસ્તારમાં રહેતા ઇમરાનભાઈ ઉમરભાઈ ગુજરાતીનો દીકરો અફવાન(ઉ.વ.૩.૫) મંગળવારે બપોરના અરસામાં વાડીએ રમતો હતો. ત્યારે રમતા રમતા અચાનક તેનો પગ લપસતા પાણીની કુંડીમાં ખાબક્યો હતો. જેમાં તેનું ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યું થયું હતું. આમ માસુમ બાળકનું અકાળે મોત નીપજતાં પરિવારમાં ગમગીની પ્રસરી ગઈ હતી. જ્યારે માંગરોળ બંદર વિસ્તાર જૂની સાગર સોસાયટીમાં રહેતા ૩૯ વર્ષીય ડાયમંડ નારણભાઈ ચામુંડીયા નામના યુવકે આર્થિક સંકડામણ હોવાથી ડિપ્રેશનમાં આવીને ઈલેક્ટ્રીક પંખા સાથે દોરી વડે લટકીને ગળેફાંસો ખાયને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ મૃતકનાં પિતા નારણભાઈ મેઘજીભાઈએ કરતા પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!