મોરવાડાના મકાનમાં જુગારક્લબઃ૧૩ ઇસમોની ૧,૧૨,૭૦૦ની રોકડ સાથે અટક

0

બાબરા, જસદણ, ગોંડલ, રાજકોટ, અમરેલી પંથકના ખેલીઓ પકડાયા

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મોરવાડા ગામે રહેણાંક મકાનમાં ધમધમતું મસમોટુ જુગારધામ પોલીસે પકડી પાડી બાબરા, જસદણ, ગોંડલ, રાજકોટ, અમરેલી પંથકના ૧૩ જુગારીઓની ૧,૧૨,૭૦૦ની રોકડ સાથે અટક કરી વાહનો વગેરે કુલ રૂપિયા ૧૧.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભેસાણ તાલુકાના મોરવાડા ગામે રહેતો નરેશ ભુપતભાઈ સોલંકી(ઉ.વ.૨૬) નામનો યુવાન તેના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતા ભેસાણ પોલીસને સાથે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે જુગારધામનો સંચાલક નરેશ સોલંકી તેમજ બાબરાના ધરાઈ ગામના કેતન હેમાભાઇ ગોહિલ, નિલેશ ભરતભાઈ પાઠક, અમરેલીના અલ્પેશ જેન્તીભાઈ ગઢીયા, જસદણના વિરાજ કિશોરભાઈ ચાવડા, અમરેલીના ચિતલ ગામના ભાનુભાઈ દેસાઈ, ગોંડલના દેરડી કુંભાજી ગામના કલ્પેશ છગનભાઈ વીરપરા, વિંજવડ ગામના રાજુ અરજણભાઈ ગરણીયા, મોટા ગજવા ગામના પ્રભાત જૈતાભાઈ ડાંગર, બાબરાના દેવળીયા ગામના વસંત બાબુભાઈ સોળિયા, હરેશ જાેરુભાઈ રાઠોડ, અમરેલીના હિમાંશુ ભાવેશભાઈ વાડોદરા અને અમરેલી જિલ્લાના મોટી કુકાવાવના ગોવિંદ સંજયભાઈ જયસ્વાલને રૂપિયા ૧,૧૨,૭૦૦ની રોકડ સાથે રોન પોલીસનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે ખેલીઓ પાસેથી રોકડ ઉપરાંત ૨ મોબાઈલ ફોન ૨ કાર મળી કુલ રૂપિયા ૧૧,૧૬,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!