આખરે ત્રીજા દિવસે પવન સામાન્ય થતા ગિરનાર રોપવે શરૂ થતા પ્રવાસીઓએ રાહત અનુભવી હતી. જૂનાગઢ સહિત સોરઠમાં ૩ દિવસથી શરૂ થયેલા પવનના કારણે સામાન્ય જનજીવનને અસર થઈ છે. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર સોમવારે ૫૦ કિલોમીટરની ઝડપે અને મંગળવારે ૭૨ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના પરિણામે બે દિવસ ગિરનાર રોપવે બંધ રહ્યો હતો અને ગઈકાલે બુધવારે ત્રીજા દિવસની સવારે પણ ૬૦ કિલોમીટરની ઝડપે પવન રહેતા સવારે બંધ રાખવાની ફરજ પડી હતી.