૯મીએ બીજાે શનિવાર હોવા છતા મનપા કચેરી ખુલ્લી રહેશે

0

દિવાળીમાં ૫ દિની સળંગ રજાના પગલે પરિપત્ર થયો હતો

બીજાે શનિવાર હોવા છતાં ૯ ડિસેમ્બરે મહાનગરપાલિકા કચેરી ચાલુ રહેશે. પરિણામે લોકો પોતાના કામકાજ માટે આવી શકશેે.સામાન્ય રીતે બીજાે અને ચોથા શનિવારે મહાનગર પાલિકા કચેરી બંધ રહેતી હોય છે. જાેકે, આ વખતે બીજા શનિવાર-૯ ડિસેમ્બરે કચેરી ધમધમતી રહેશે. કારણ કે,સરકારે દિવાળીની રજા જાહેર કરી હતી જેમાં કર્મચારીઓને સળંગ ૫ દિવસની રજાનો લાભ આપ્યોહતો તે માટે એડજસ્ટમેન્ટ કર્યું હતું. દિવાળી રજામાં ૧૧ નવેમ્બર બીજાે શનિવાર અને ૧૨ નવેમ્બરે રવિવારની રજા હતી.વચ્ચે એક દિવસ ૧૩ નવેમ્બર- સોમવાર આવતો હતો. સોમવારે કચેરીઓ ખુલ્લી રાખવાની હોય છે. પછી ૧૪ નવેમ્બરે નૂતન વર્ષની અને ૧૫ નવેમ્બરે ભાઇબીજની રજા હતી.આમ, ૫ દિવસની રજામાં વચ્ચે ૧ દિવસ-સોમવારના કારણે રજાનો મેળ બગડતો હતો. પરંતુ જાે વચ્ચે ૧ દિવસની રજાનું એડજેસ્ટમેન્ટ થાય તો કર્મચારીઓને સળંગ ૫ દિવસની રજા મળી શકે. ત્યારે રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગના અધિક સચિવ(પ્રોટોકોલ) જવલંત ત્રિવેદીએ એક પરિપત્ર બહાર પાડી ૧૩ નવેમ્બર- સોમવારે પણ રજા જાહેર કરી હતી. જેના બદલામાં બીજાે શનિવાર- ૯ ડિસેમ્બરે સરકારી તમામ કચેરીઓ ચાલુ રાખવા જણાવ્યું હતું.

error: Content is protected !!