જૂનાગઢમાં નવેમ્બર માસમાં ૪૭૯ વાહનચાલકો સામે કાર્યવાહી

0

ડિટેઇન, કાળાકાચ સહિતના કેસો, ૧.૪૧ લાખનો દંડ

જૂનાગઢ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા નવેમ્બર માસમાં ડિટેઇન, કાળા કાચ, જરૂરી કાગળ વગરના વાહનો, ઓવર સ્પીડ સહિતના કુલ ૪૭૯ વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેની પાસેથી આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા કુલ રૂપિયા ૧,૪૧,૧૦૦ દંડ વસુલવામાં આવ્યો હતો. જૂનાગઢ ટ્રાફિક પીએસઆઇ પી.જે. બોદરએ જણાવ્યું કે, જૂનાગઢ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા તેમજ બે- ફામ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. હાલ લગ્નગાળાની સિઝન હોવાથી શહેરના ઘણા વિસ્તારમાં ખરીદીને લઇને લોકોનો ભારે ધસારો જાેવા મળે છે. તેવા વિસ્તારમાં લોકો આડેધડ વાહન પાર્ક કરીને ટ્રાફિકની સમસ્યા ઉભી કરતા હોય તેવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરાંત નાનીવયના વિદ્યાર્થીઓ ઓવર- સ્પીડમાં વાહનો ચલાવતા હોય જેનાથી આકસ્મિક બનાવો બને જે ન બને તે માટે તેની સામે કાર્યવાહી થતી હોય છે. જેમાં નવેમ્બર મહિનામાં કુલ ૧૭ વાહનોને ડિટેઇન કરી રૂપિયા ૪૧,૩૦૦ નો દંડ તેમજ ડ્રિક એન્ડ ડ્રાઇવના, વાહનોના લાઇસન્સ, પીયુસી, વીમો જેવા જરૂરી કાગળો ન હોય તેવા વાહનો, ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરેલ હોય, કાળાકાચ સહિતના કુલ ૪૬૨ વાહનચાલકોને ઝડપી કુલ રૂપિયા ૯૯,૮૦૦ નો દંડ ફટકાર્યો હતો. આમ, જૂનાગઢમાં નવેમ્બર માસમાં કુલ ૪૭૯ વાહનચાલકોને રૂપિયા ૧.૪૧ લાખનો દંડ ફટકાર્યો હતો.

error: Content is protected !!