દેવભૂમિ દ્વારકામાં મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા યુવા મતદારોને કલેકટર દ્વારા અપીલ

0

આવતીકાલે સ્થાનિક મતદાન બુથ ઉપરની ઝુંબેશનો લાભ લેવા અનુરોધ કરાયો

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી પૂર્વે ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં તા.૧-૧-૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ સંદર્ભે મતદારયાદીમાં નામ નોંધવાની ખાસ ઝુંબેશ તા.ર૭ ઓક્ટોબરથી તા.૯ ડિસેમ્બર સુધી હાથ ધરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં શનિવાર તારીખ ૯ ડિસેમ્બરના રોજ જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે આખરી ખાસ ઝુંબેશ યોજાશે. જેમાં મતદારયાદીમાં નામ નોંધાવવા માટે લાયકાત ધરાવતા હોય તેવા તમામ વ્યક્તિઓ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા માટે પોતાના વિસ્તારના મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરી પોતાનું નામ ફોર્મ નં. ૬ ભરીને મતદાર યાદીમાં નોંધાવી શકાશે. આ કાર્યક્રમ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા દ્વારકા બન્ને વિધાનસભા મતદાર વિભાગોમાં તમામ ૬૩૪ મતદાન મથકો ઉપર ૯ મી ડીસેમ્બરના રોજ બુથ લેવલ અધિકારીઓ દ્વારા સવારે ૧૦ થી સાંજે ૫ સુધી મતદાન મથકો ખાતે હાજર રહી, મતદાર યાદી સુધારણા અંગેના ફોર્મ સ્વીકારાશે. ખાસ કરીને ૧૮-૧૯ વર્ષના અને ૨૦-૨૯ વર્ષના યુવા મતદારો પોતાના વિસ્તારના મતદાન બુથ પર જઈને બી.એલ.ઓ. પાસે રજિસ્ટ્રેશન કરાવવું જાેઈએ તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકાશે. જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું કે, જે લોકો અન્ય સ્થળે રહેતા હોય અને મતદાન બુથ પર જઈ શકતા ન હોય તો તેઓ ચૂંટણી પંચની “વોટર હેલ્પલાઈન એપ્લિકેશન”માં જઈને અથવા વેબસાઈટ રંંॅજઃ//ર્દૃંીજિ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ/માં જાતે રજિસ્ટ્રેશન કરી શકે છે. આ સિવાય કોઈ મતદારનું અવસાન થયું હોય કે કાયમી સ્થળાંતર થયા હોય તેવા વ્યક્તિઓના નામ ફોર્મ નં. ૭ ભરીને મતદાર યાદીમાંથી નામ કમી કરી શકાશે. યાદીમાં નામ અને સરનામું, ફોટોગ્રાફ, જન્મતારીખ, મોબાઈલ નંબરમાં સુધારો તથા જુના ચૂંટણી કાર્ડના નાશ થવાના અથવા ખોવાઈ જવાના કિસ્સામાં નવું ચૂંટણી કાર્ડ મેળવવા માટે ફોર્મ નં.૮ ભરીને તે પણ કરાવી શકે છે તેમ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અશોક શર્માએ વધુમાં જણાવ્યું હતું.

error: Content is protected !!