ખંભાળિયા ખાતે ‘ગુજરાતનો ગરબો’ કાર્યક્રમ યોજાયો

0

યુનેસ્કોએ ગુજરાતનાં ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કર્યો

ગરવા ગુજરાતની ગરવી સંસ્કૃતિનો ઇતિહાસ ગુજરાતના ગરબામાં ધરબાયેલો છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવામાં, ગરબાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ગરબો એટલે ભક્તિભાવ, સ્નેહ અને પારસ્પરિક સહકારનું પ્રતિબિંબ. ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાને વૈશ્વિક ઓળખ મળી છે. ગુજરાતનાં ગરબાને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપવામાં આવી છે. રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર, ખંભાળિયાના ટાઉનહોલ ખાતે ‘ગુજરાતનો ગરબો’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોત્સવાના ખાતેથી યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૃત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય, તેવા શુભ આશયથી ગુજરાતના ગરબાની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી ખોખરી ગામની માધ્યમિક શાળા, બજાણાની પી.ડી. શાહ હાઇસ્કુલ, ખંભાળિયાની આર.એન. વારોતરીયા કન્યા વિદ્યાલય, રાજકુમાર હોસ્ટેલ અને જામનગરના રાજશક્તિ રાસ મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, યુનેસ્કો(ેંદ્ગઈજીર્ઝ્રં)ની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિના ૧૮ મા સત્રમાં ગુજરાતના ગરબાને ભારતમાંથી ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસો’(આઈ.સી.એચ.) તરીકે અંકિત થઇ છે. જે આ યાદીમાં સામેલ થનાર ભારતનું ૧૫ મું (આઈ.સી.એચ.) બન્યું છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જાેટાણીયા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, રેખાબેન ખેતિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલભાઈ ચાવડા, અગ્રણી સી.એલ. ચાવડા, ભીખુભા જેઠવા, મયુરભાઈ, ભરતભાઈ ચાવડા, ભરતભાઈ ગોજીયા, કાનાભાઈ કરમુર, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર વિક્રમ વરૂ, ચીફ ઓફિસર સહિતના તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!