કાઠી કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ ગિરનાર પરિક્રમા રૂટની સફાઈ કરી

0

ગિરનાર જંગલમાંથી પ્લાસ્ટીક દૂર કરી જંગલને પ્લાસ્ટીક મુક્ત કરવું અતિ આવશ્યક : ડો. જીતુભાઈ ખુમાણ

જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ તળેના ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ચાલુ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા-૨૦૨૩ અંતર્ગત પરિક્રમામાં આવેલ શ્રધ્ધાળુઓ દ્વારા પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે નાયબ વન સંરક્ષક, જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢની સુચના અને માર્ગદર્શન હેઠળ પરીક્ષેત્ર વન અધિકારી, ડુંગર દક્ષિણ પરીક્ષેત્ર, જૂનાગઢએ તેમના કાર્યવિસ્તારમાં આવતા ઇટવા ગેઇટથી ઇટવા ઘોડી વિસ્તાર ઉપર કાઠી કન્યા છાત્રાલાય, જૂનાગઢના ૩ શિક્ષકો અને ૫૫ વિદ્યાર્થીઓ દ્વારા અંદાજિત ૭૦૦ કિ.ગ્રા. જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવામાં આવેલ છે. આમ, વન વિભાગના સ્ટાફ, મજુરો, કાઠી કન્યા છાત્રાલાય, જૂનાગઢના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી અંદાજિત ૧.૧ ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમ એક યાદીમાં જણાવેલ છે. આ સફાઈ અભિયાનમાં શિક્ષકો ડો. જીતુભાઈ ખુમાણ, શૈલેન્દ્રસિંહ વાઘેલા અને પ્રફુલાબેન જાેડાયા હતા. આ કાર્યને સંસ્થાના પ્રમુખ રામભાઈ વાળા અને આચાર્ય જયશ્રીબેને બિરદાવી હતી.

error: Content is protected !!