માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી અને હુમલો કરવા અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર માળીયાના જામવાડી, નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સોયબભાઈ હબીબભાઈ દલ(ઉ.વ.રપ)એ હનીફભાઈ ઈબ્રાહીમ દલ, રફીક ઉર્ફે અપુ, દોસમામદ ઈબ્રાહીમ દલ, કાદરભાઈ કાસમભાઈ દલ, હારૂનભાઈ હબીબ દલ રહે. બધા જામવાડી ગામ તા.માળીયાહાટીના વાળા વિરૂધ્ધ કલમ ૩ર૩, ૩ર૪, ર૯૪(ખ), પ૦૬(ર), ૧૪૩, ૧૪૪, ૧૪૯, જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. જ્યારે આ જ બનાવના અનુસંધાને સામા પક્ષે હનીફભાઈ ઈબ્રાહીમભાઈ દલ(ઉ.વ.૩૭) રહે.જામવાડી ગામ પ્લોટ વિસ્તાર વાળાએ નઈમભાઈ હબીબભાઈ દલ, સોયબભાઈ હબીબભાઈ દલ, હબીબભાઈ બાઉદીનભાઈ દલ, અસલમભાઈ હબીબભાઈ દલ, હનીફભાઈ બોદુભાઈ દઈ વિગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીને ગઈ ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે આરોપી નં-પ હનીફભાઈ સાથે મનદુઃખ હોય જે બાબતે ફરિયાદી સાહેદ દોસમામદભાઈ સાથે વાતચીત કરતા હોય તે વખતે આરોપી નં-૧ તથા નં-રનાઓ સાથે બોલાચાલી થતા આરોપી નં-૧ તથા રનાઓ ઘરે જઈ ફરિયાદ પાછા તમામ પાચેય આરોપીઓએ એકબીજાનો સમાન ઈરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળ રચી પ્રાણઘાતક હથિયારો લઈ આવી ફરિયાદી ઉપર હુમલો કરી જાહેરમાં ભુંડી ગાળો આપી જાનગી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને હથિયારો વડે માર મારી ઈજાઓ કરી જીલ્લા મેજી.ના જૂનાગઢનાઓના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩ર૩, ૩ર૪, ર૯૪(ખ), પ૦૬(ર), ૧૪૩, ૧૪૪, ૧૪૯, જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ માળીયા પોલીસ ચલાવી રહી છે.