વિસાવદર તાલુકાના માંડાવડ ગામના સ્મિતાબેન ગીરજાશંકર વિકમા(ઉ.વ.પ૦)એ સોનલબેન અલ્પેશભાઈ ઝાલાવડીયા રહે.વિસાવદર વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ કામના ફરિયાદીને પોતાની માલીકીનું મકાન અગાઉ અન્ય વ્યકિતને સાટાખત કરી આપેલ હોય તેવું જાણતા હોવા છતાં ફરિયાદી બહેનને પોતાની માલીકીનું સાટાખત કરી આપી રૂા.૧૧,૦૦,૦૦૦ જેવી માતબર રકમ ફરિયાદી પાસેથી લઈ ઓળવી જઈ ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.