ઉના તાલુકાના ખાપટ ગામે આવેલ ખોડિયાર મંદિરે મહંત ભૂપતપૂરી અમરપૂરી ગૌસ્વામીના સાનિધ્યમાં શ્રી દશનામ ગોસ્વામી અતિત સાધુ સમાજ ટ્રસ્ટ ખાપટ દ્વારા ચોથા સમૂહલગ્ન ભવ્ય રીતે યોજાયા હતા. આ પ્રસંગે થાણાપતિ શ્રી પંચ દશનામ જૂના અખાડા જૂનાગઢ મહંતના થાણાપતિ મહંત બુધ્ધગીરીબાપુ, ગુપ્ત પ્રયાગના સંત વિવેકાનંદબાપુ, રાંદલ દળવા મહંત અક્ષયપૂરી દિનેશપૂરી અને વિવિધ સંતો અને મહંતો, ઉનના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ અને તેની ટીમે હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપેલ હતા. આ સમૂહ લગ્નમાં સમાજના નવ યુવકો અને યુવતીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા અને શાસ્ત્રોક વિધિથી લગ્ન ગ્રંથિએ જાેડાયા હતા. લગ્ન વિધિ શાસ્ત્રી રમેશભાઈ ઉમિયા શંકર દીક્ષિત અને વિદ્વાન બ્રાહ્મણોએ સંપન્ન કરવી હતી. આ પ્રસંગે આયોજકો દ્વારા વર કન્યાઓને ૬૦ થી વધુ વસ્તુઓ ભેટ આપી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા સમાજના આગેવાન સુંદર પૂરી કાનપુરી ગોસ્વામી, રાજેશભારથી, કિશોરભારથી, રમેશગીરી દાનગીર ગોસ્વામી, એડવોકેટ શૈલેષગીરી બાબુગીરી ગોસ્વામી, મનીષગીરી ચીમનગીરી ગોસ્વામી, યોગેશપૂરી ઈશ્વરપૂરી ગોસ્વામી, દિલીપગીરી સોમવારગીરી ગોસ્વામી તેમજ સમાજના તમામ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ તમામે સમુહ ભોજન લીધું હતું.