ખંભાળિયામાં સોનગરા પરિવાર દ્વારા કુળદેવી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

0

ખંભાળિયાના જાણીતા સતવારા વેપારી અગ્રણી સ્વ. દેવજીભાઈ ઝીણાભાઈ તથા સ્વ. જુઠાભાઈ ઝીણાભાઈ સોનગરા પરિવાર દ્વારા અત્રે નવનિર્મિત કુળદેવી શ્રી ખોડીયાર માતાજીના મંદિરનો ત્રિદિવસીય સ્થાપના મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિ સ્થાપન વિગેરે વિધી મુંબઈ નિવાસી સી.એ. જીગીસ સોનગરા દંપતી દ્વારા કરવામાં આવી હતી.
આ ધર્મમય આયોજનમાં લંડનથી જગદીશભાઈ તથા જયેશભાઈ સોનગરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાત્રે શ્રીનાથજીની ઝાંખીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!