ઉના તાલુકા કક્ષાનો કલામહાકુંભ ડી.એસ.સી.પબ્લિક સ્કૂલ ખાતે સંપન્ન

0

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી – ગીર સોમનાથ સંચાલિત ઉના તાલુકા કલા મહાકુંભ- ૨૦૨૩ ગઈકાલે ડી.એસ.સી.પબ્લિક સ્કૂલ, લામધાર ફાટક,વેરાવળ રોડ -ઉના મુકામે યોજાયો હતો. પ્રાંત અધિકારી સી.પી. હિરવાણિયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શુભ શરૂઆત ઈન્ડિયા વર્લ્ડરેકોર્ડ ધારક અને સ્વર ઉનાથી જાણીતા એવા મૃગનયની-ક્રિષ્નન મહેતાના નામધુર કંઠ અને વાદન થી પ્રાર્થના રજૂ કરી સંગીત કલામય વાતાવરણ બનાવ્યું હતું . ત્યારબાદ શ્રી ડી.એસ.સી. પબ્લિક સ્કૂલ -ઉનાના વિદ્યાર્થિની ઓ એ સ્વાગત નૃત્ય ગીત પ્રસ્તુત કરી ઉનાની કલા પ્રેમી જનતા – આમંત્રિત મહેમાનો નું સ્વાગત કર્યું હતું અને સ્કૂલ પરિવાર દ્વારા માનવંતા અતિથિઓનું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામા આવ્યું હતું પ્રાસંગિક પ્રવચન સ્કૂલના ટ્રસ્ટી ભવ્યભાઈ પોપટ દ્વારા કરવામા આવ્યું હતું. ત્યારબાદ પ્રાંત અધિકારી સી.પી. હિરવાણિયા, સુપ્રસિદ્ધ અધિવક્તા દીપકભાઈ પોપટ તથા શાળાના તરૂણભાઈ કાનાબાર, ભવ્યભાઈ પોપટ, રાજેન્દ્ર ભાઈ કાનાબારના કર કમળથી કલાદીપ પ્રજ્વલિત કરી – પ્રાંત અધિકારી સી.પી. હિરવાણિયા સાહેબ ના શુભેચ્છા વક્તવ્ય બાદ ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન-ઉના ના પ્રાચાર્ય કમલેશ મહેતાએ સ્કૂલ ટ્રસ્ટીગણ દિવ્યભાઈ પોપટ, રાજેન્દ્ર ભાઈ કાનાબાર, દીપકભાઈ નથવાણી તથા સંચાલક તરૂ ણભાઈ કાનાબાર, તથા આચાર્ય શ્રી ઓઝાને શાલ ઓઢાડી અને સૂત્રમાળાથી આદર સન્માન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના દ્વિતીય ભાગમાં ઉના તાલુકા કલામહાકુંભ પ્રતિયોગિતાઓનો પ્રારંભ કરાયા હતો.સમગ્ર ઉના તાલુકાથી પધારેલા અંદાજિત ૧૫૦ થી વધારે પ્રતિભાગી સ્પર્ધકોએ કલામહાકુંભ ની વિવિધ ૧૪ સ્પર્ધાઓ ની વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરી પ્રેક્ષકોને અભિભૂત અને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સંગીત સ્પર્ધાઓ ની અંદર સંગીત જ્યૂરિ મેમ્બર તરીકે કમલેશ મહેતા, શિક્ષાવિદ્‌ ચંદુભાઈ પુરોહિ , વિપુલભાઈ વોરા, ભીમાણીભાઈ, માનસિનભાઈ બામણિયા વગેરે એ પોતાની નિષ્પક્ષ ઉત્તર દાયિત્વ સંપન્ન કર્યું હતું. કાર્યક્રમનો આભાર વિધિ કલામહાકુંભ કન્વીનર શૈલેષભાઈ પટેલ દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો. રંગ મંચ સંચાલન જિગ્નેશભાઈ પુરોહિત તથા જિતેન્દ્ર ભાઈ એ કરેલ હતું.
કાર્યક્રમના અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત સ્નેહીઓ, સ્વજનો, કવિ, લેખકો, સર્જક, કલાકાર, પદાધિકારી, પત્રકારો સહિત નગરશ્રેષ્ઠીઓએ અલ્પાહાર ગ્રહણ કર્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય મહેશભાઈ ઓઝા ,અપરા બહેન તથા ડી.એસ.સી.પબ્લિક સ્કૂલ પરિવાર અને કલામહાકુંભ સમિતિ-ઉના એ પુરતો સહયોગ કર્યો હતો.
આમ, હર્ષોલ્લાસ પૂર્ણ રીતે ઉના તાલુકા કલામહાકુંભ સંપન્ન થયો હતો.

error: Content is protected !!