રાજકોટ નાટય શ્રેષ્ઠી કૌશિક સિંધવને પ્રતિષ્ઠીત મેયર એવોર્ડ

0

રાજકોટ મનપાએ તેના ગોલ્ડન જયુબેલી વર્ષની ઉજવણી નિમિત્તે રાજકોટ માટે મહત્વનું યોગદાન આપનાર માહેના એક આજીવન નાટય કલા સેવારત કૌશિક સિંધવને એક ગરીમાપુર્ણ સમારંભમાં રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે ‘મેયર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. અભિનયના દરેક રેડિયો, ટીવી ફિલ્મસ તથા વિશેષતઃ રંગભૂમિ ક્ષેત્રે છ-છ દાયકાઓથી સાતત્યપુર્ણ રીતે અવેતનીક સેવામાં રહેનાર કૌશિકભાઈ હાલમાં પોતાના ‘નાટય ફળીયું’ એ નવોદિતોને નાટય તાલીમ આપી રહયા છે. ૮૦ વર્ષના પાધરે પહોંચેલા આ નાટય ઋષિ પુરૂષે રેડિયો, ટીવીના ૪૦૦ નાટકો, વોઈસ ઓવર આર્ટીસ્ટ તરીકે રરપ તેમજ અત્યંત નોંધનીય એવા ૭૦-૭પ રંગભૂમિ નાટકો મળી કુલ ૭૦૦ અભિનય કૃતિઓમાં દશરથ, સરદાર પટેલ, દેવાયત આયર, રવિન્દ્રનાથ ટાગોર, જામ રણમલ, પોરહાવાળો, વી.એન. ગાણીલ તેમજ રામાયણ આધારીત બબ્બે નાટકોમાં રાવણ જેવા ભારેખમ્મ સેંકડો કિરદારોને સાક્ષાત જીવંત કરી ચુકયા છે.
નાટય વિષયક ર૦૦થી વધુ પ્રાસંગિક લેખો વર્તમાન પત્રોમાં પ્રસ્તુત કરી પોતાનો એક વાંચક વર્ગ ધરાવે છે.
રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારીયા, દર્શનાબેન શાહ, રમેશભાઈ ટીલારા, ભાનુબેન બાબરીયા જેવા મહાનુભાવોની હાજરીમાં સન્માનિત કૌશિક સિંધવ આ પુર્વે ગુજરાતનો ગૌરવ પુરષ્કાર, રાષ્ટ્રપતિ ભવનના ડિગનીટરી ઈન્વાયરી સન્માન, આકાશવાણીનો એ ગ્રેડ તથા રાજકોટ રત્ન, ગારડી એવોર્ડ તથા અભિનય રત્નાકર અને હવે આ રાજકોટ મેયર એવોર્ડથી સન્માનિત
થઈ છે ક નહેરૂથી લઈ નરેન્દ્ર મોદી સુધીના આ કલાઘરે પોતાનું અને રંગભૂમિનું ગૌરવ વધાર્યુ છે.

error: Content is protected !!