તા.૪-૩-૨૪ને સોમવારના રોજ યોજાશે : ફોર્મ ભરવાની તા.૧૪-૧-૨૪ થી ૫-૨-૨૪ સુધી
પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૧૫મો સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન ક૨વામાં આવેલ છે. શ્રી માધવ૨ાયજી ભગવાન ના સાનિધ્યમાં યોજના૨ ૧૫મો સમૂહ લગ્ન ઉત્સવના આયોજન માટે સમૂહ લગ્ન સમિતિની બેઠક મળી જેમાં સવંત ૨૦૮૦ મહાવદી ૮ને તારીખ ૪-૩-૨૪ને સોમવારના રોજ પ્રાચી તીર્થ મુકામે યોજાશે જેમાં શ્રી કોળી સમાજના કોઈપણ જ્ઞાતિ બંધુઓએ આ સમૂહ લગ્નમાં જાેડાવાની ઇચ્છા હોય તેઓએ પોતાના ડોક્યુમેન્ટમાં જન્મતારીખનાં દાખલાની ઝેરોક્ષ પાંચ, આધાર કાર્ડની ઝેરોક્ષ પાંચ, ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ પાંચ, કુપનની ઝેરોક્ષ પાંચ, આવકનું પ્રમાણપત્ર પિતા તથા માતાનું, બેંક પાસબુકની ઝેરોક્ષ, ૨૦૦ રૂપિયા એગ્રીમેન્ટ સ્ટેમ્પ બે અથવા ૧૦૦નાં સ્ટેમ્પ બે, માતા-પિતાના આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ ઝેરોક્ષ બે-બે નકલ, પાસપોર્ટ ફોટા બે, બક્ષીપંચના દાખલો વ૨ તથા કન્યા એટલી વસ્તુ સાથે લાવવાની રહેશે. જે સમૂહ લગ્ન નોંધવાની શરૂઆત તારીખ ૧૪-૧-૨૪ થી ૫-૨-૨૪ સુધી નોંધણી ક૨વામાં આવશે જે નોંધણી ક૨વા માટે શ્રી કોળી સમાજ ભવન પ્રાચી જયસુખભાઈ રાઠોડ મો.૯૮૨૫૮૦૮૩૨૩ તથા જાદવભાઈ ચુડાસમા પત્રકાર ગાયત્રી સ્ટીલ પ્રાચી મો.૯૯૭૮૫૨૩૧૮૨ દ્વારા ફોર્મ સ્વીકારાશે તથા સમૂહ લગ્ન માટે આગામી સમયમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજમાં સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, સમૂહ લગ્નમાં વધુમાં વધુ સમાજના દિકરા દિકરીઓને જાેડાય તે માટે ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે. તેમજ વ્યક્તિગત લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરીને આ પૈસા શિક્ષણ અને પરિવારના વિકાસમાં વા૫રવા તેમજ સમાજમાંથી અંધશ્રધ્ધા દૂર કરવી, વ્યસન મુક્ત સહિતના મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવશે તેમ સમૂહ લગ્ન સમિતિ અખબારી યાદીમાં જણાવેલ છે.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)