સમસ્ત ગામ બીજ દ્વારા શ્રી કોળી સમાજનો ૨ સમૂહ લગ્નોત્સવ યોજાશે

0

તા.૨૨-૧-૨૪ને સોમવારના રોજ યોજાશે : ફોર્મ ભરવાની તારીખ છેલ્લી ૩૧-૧ર-૨૩ સુધી

સમસ્ત બીજ ગામ દ્વારા શ્રી કોળી સમાજનો ર જાે સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહ લગ્ન ઉત્સવના આયોજન માટે સમૂહ લગ્ન સમિતિની બેઠક મળી હતી. જેમાં સવંત ૨૦૮૦ પોષ સુદ ૧રને તારીખ ૨૨-૧-૨૪ને સોમવારના રોજ બીજ મુકામે યોજાશે. જેમાં ગામની કન્યાઓને આ સમૂહ લગ્નમાં જાેડાવામાં આવશે. જાેડાવાની ઇચ્છા હોય તેઓએ પોતાના ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરવાની તારીખ છેલ્લી ૩૧-૧ર-૨૩ સુધી નોંધણી કરવામાં આવશે. જે નોંધણી કરવા માટે જયસુખભાઈ વાજા મો.૮૧૪૦૧૦૨૦૨૦ તથા કાળુભાઈ વાઢેર મો.૮૪૬૯૭૭૫૬૧૫ તથા પરબતભાઈ મેર મો. ૯૯૭૪૦૬૮૨૬૭ તથા પાર્થ સ્ટુડિયો બીજ તથા માનવતા હોસ્પિટલ બીજ દ્વારા ફોર્મ સ્વીકારાશે તથા સમૂહ લગ્ન માટે આગામી સમયમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજમાં સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, વ્યક્તિગત લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરીને આ પૈસા શિક્ષણ અને પરિવારના વિકાસમાં વા૫રવા તેમજ સમાજમાંથી અંધશ્રધ્ધા દૂરકરવી, વ્યસન મુક્ત સહિતના મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવશે.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!