બેટ-દ્વારકામાં શ્રી રામ અર્ચન-પૂજન મહા યજ્ઞનું ભવ્ય આયોજન

0

શ્રી રામ ઝરોખા મંદિર-બેટ ખાતે ૬ ટન પુષ્પોથી મહા યજ્ઞની આહૂતિઓ આપશે

ગુજરાત ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, એમપી, યુપી અને દિલ્હી સહિત દેશભરમાંથી સેંકડો ભક્તો આ મહાયજ્ઞમાં ભાગ લેવા પધારશે. કારતક વદ અમાસ ૧ર ડીસેમ્બરનાં સવારે ૯ વાગ્યે યજ્ઞ પ્રારંભ થશે. યાત્રાધામ બેટ-દ્વારકા ખાતે આવેલ પૌરાણિક રામ ઝરોખા મંદિર આવેલું છે. આ મંદિરનાં સંત મણીરામ બાપુની પુણ્યતિથિ નિમિતે ગત વર્ષથી દર કારતક માસની અમાસે અહિ શ્રીરામ અર્ચન-પૂજનનું ભવ્ય આયોજન થાય છે. રામ ઝરોખા મંદિરે ગત વર્ષ આયોજીત આ યજ્ઞનાં ફોટાઓ અહિ પ્રસ્તુત કરેલ છે. આગામી ૧૨ ડિસેમ્બર અને કારતક અમાસે આ મહાયજ્ઞ થશે. આ મહાયજ્ઞની વિશેષતા એ છે કે અહિં બ્રાહ્મણો અને ભક્તો દ્વારા યજ્ઞ કુંડમાં પુષ્પોથી આહૂતિઓ અપાશે. ૧ર ડિસેમ્બરે સવારે ૯ વાગે મહાયજ્ઞ પ્રારંભ થશે. બપોરે પધારેલા સૌ કોઇ માટે મહા પ્રસાદ ભંડારાની વ્યવસ્થા કરાયેલી છે. ઉપરોક્ત ભવ્ય, ધાર્મિક અને સંસ્કૃતિનાં જતન માટેનાં આ મહાયજ્ઞમાં સૌ ધાર્મિક જનતાને પધારવા રામ ઝરોખા મહંત શ્રી શ્રી ૧૦૮ ગોપાલદાસજી મહારાજે જાહેર આમંત્રણ આપેલ છે.

error: Content is protected !!