કારતક માસ એકાદશી- શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને જામફળનો અન્નકૂટ ધરાવાયો

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી કારતક માસ એકાદશી- શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને જામફળનો અન્નકૂટ ધરાવાયો. સવારે ૦૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી એવં સવારે ૦૭ઃ૦૦ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી .હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..

error: Content is protected !!