જાહેરજીવનના આગેવાન, વર્ષોથી સામાજીક તેમજ રાજકીય ક્ષેત્રે કામ કરતા ઓબીસી સમાજના આગેવાન સ્વ. નાગદાનભાઈ ડાંગરનું અવસાન થતા તેમની શોકાજલી, જૂનાગઢ ખાતે ઓબીસી આગેવાન જેઠાભાઈ પાનેરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ, જેમાં જેઠાભાઈએ જણાવ્યું કે, ઓબીસી સમાજના વર્ષો જુના જુની પેઢીના આગેવાન એવા નાગદાનભાઈ ડાંગરે વંચિત સમાજની સેવા કરી છે. સાથે પુર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુળા એ પણ નાગદાનભાઈ સાથે સ્મરણોને યાદ કર્યા, પુર્વ ધારાસભ્ય, પરબતભાઈ ચાવડા તેમજ ઓબીસી આગેવન બટુકભાઈ મકવાણાએ પણ નાગદાનભાઈના કામોને યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરી આ કાર્યક્રમમાં જીતુભાઈ મણવર, દિનેશ પાતર, જીશાન હાલેપૌત્ર, કે.ડી. સગરકા, મુન્નાબાપુ કાદરી, કરશનભાઈ રાઠોડ, પ્રવિણ વાઘેલા, જીતેશ પરમાર, ફિરોઝ શેખ, જીતુ સોલંકી, ફિરોઝભાઈ સાથે ઓબીસી, એસસી, એસટી મહાસંઘના અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.