દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી ધનુર્માસ દરમ્યાન શ્રીજીના ઉત્સવ દર્શન કાર્યક્રમમાં ફેરફાર

0

દ્વારકાધીશ જગત મંદિરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોય આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. જગતમંદિરના વહીવટીદારની યાદીમાં જણાવ્યાનુસાર મંદિરના વારાદાર પૂજારીઓ દ્વારા ધનુમાર્સ ઉત્સવો દરમ્યાન ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર નોંધાયો છે. આગામી તા.ર૧-૧ર-૨૦૨૩(ગુરૂવાર), તા.૨૮-૧ર-૨૦૨૩(ગુરૂવાર), તા.૪-૧-૨૦૨૪(ગુરૂવાર), તા.૯-૧-૨૦૨૪(મંગળવાર)ના દિવસોમાં આવનાર ધનુર્માસ દરમ્યાન મંગલા આરતી સવારે ૫ઃ૩૦ કલાકે અનોસર(મંદિર બંધ) સવારે ૧૦ઃ૩૦ ઉત્થાપન દર્શન સાંજે ૫ઃ૦૦ કલાકે, સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.

error: Content is protected !!