શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ કેશોદ દ્વારા ર૧માં સમુહ લગ્નોત્સવ યોજાયા

0

શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ કેશોદ દ્વારા ર૧માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. તારીખ ૧૦-૧૨-૨૦૨૩ને રવિવારના રોજ પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા આહીર સમાજ કેશોદ ખાતે આ સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં ૧૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડેલ હતા. આ સમૂહ લગ્નોત્સવની વિધિ શાસ્ત્રી ભીખુભાઈ ગોકળદાસ મહેતા દ્વારા કરાવવામાં આવી હતી. તેમજ સમૂહ લગ્નના કાર્યક્રમમાં દીકરીઓને સોના ચાંદી સહિત ૧૧૧ જેટલી આઈટમ કરિયાવરમાં આપવામાં આવી હતી. આ ર૧માં સમૂહ લગ્નોતસવના કાર્યક્રમમાં જમણવારના દાતા તરીકે શ્રી ૧૦૦૮ ગિરનાર પીઠાધીશ્વર શ્રી જયશ્રી કાનંદગીરીજી મહારાજ શ્રી પંચ દશનામ જુના અખાડા રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ શહેરમાંથી દશનામ ગોસ્વામી સમાજના અગ્રણી આગેવાનો મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ કેશોદ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ મુકેશ પી. ગોસ્વામીની એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!