મેંદરડા તાલુકાના હરીપુર ગામે રહેતા કેતનગીરી અમૃતગીરી મેઘનાથી(ઉ.વ.ર૩)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી તથા ફરિયાદીના માતા વીજુબેન પોતાની વાડીએ આવેલ ઝુંપડીમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા માણસે ઝુંપડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ધારીયા વડે ફરિયાદીની માતાને જીવલેણ ઘા માથાના ભાગે મારી ડાબી આંખ તથા બંને હાથમાં પણ ઈજા પહોંચાડી અને ફરિયાદીને માથાના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી અને નાસી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે હુમલાખોર એવા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ કલમ ૩૦૭, ૩ર૪, ૪પર, જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ મેંદરડા પોલીસ ચલાવી રહી છે.