માણાવદર : મંત્રીના અંગત મદદનીશ તરીકે ઓળખ આપી નોકરી અપાવી દેવાના લાલચ આપી ૧૮.૦પ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ

0

તાજેતરમાં નકલી એમએલએ તેમજ મંત્રીના મદદનીશ તરીકેની ઓળખ આપી અને છેતરપિંડી કરનાર શખ્સને જૂનાગઢ તાલુકા પોલીસે ઝડપી લીધા બાદ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન આ શખ્સ વિરૂધ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળતી વિગત અનુસાર ગુજરાત રાજયના પશુપાલન મંત્રીના અંગત મદદનીશ હોવાની ઓળખ આપી અને વિશ્વાઘાત અને છેતરપિંડી કરી રૂા.૧૮.૦પ લાખની રકમ પડાવી લીધાની ફરિયાદ માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ બનાવ અંગે રેખાબેન ભીખુભાઈ મેર(ઉ.વ.૪૯) રહે.માણાવદર, ગાયત્રી મંદિર પાછળ, નીલકમલ સોસાયટી વાળાએ રાજેશભાઈ જયંતિભાઈ જાદવ રહે.જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ પોતે પરશોતમભાઈ સોલંકી ગુજરાત રાજય પશુપાલન મંત્રી ગુજરાત રાજય ગાંધીનગરના અંગત મદદનીશ હોવાની ફરિયાદીને ઓળખ આપી તેમજ ફરિયાદીને પોતે મો.નં.૯૭ર૩ર ૦૯૧૭૦ રાજેશભાઈ જયંતિભાઈ જાદવ જૂનાગઢ અંગત મદદનીશ પરસોતમભાઈ ઓ. સોલંકી મંત્રી પશુપાલન ગુજરાત રાજય ગાંધીનગર લખેલ કમળના નીશાન ચીન્હ અને ચાંમુડા માતાજીના ફોટા વાળુ કાર્ડ ખોટુ કાર્ડ આપી ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને ફરિયાદીના પતિ કોરોના બીમારી સબબ મરણ ગયેલ હોય તેની રૂા.રપ,૦૦,૦૦૦ લાખની સહાય મેળવી દેવાની તેમજ ફરિયાદીને તેના પતિની જગ્યાએ અથવા ફરિયાદીના દીકરા મીહીરને નોકરીમાં લેવાની લાલચ આપી ફરિયાવી પાસેથી અલગ-અલગ તારીખોમાં કુલ રૂા.૧૮,પ૦,૦૦૦ રૂપીયા જેટલી રકમ પડાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે કલમ ૪૦૬, ૪૧૬, ૪ર૦, ૪૬પ, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ માણાવદર પોલીસ ચલાવી રહી છે.

error: Content is protected !!