માંગરોળનાં માનખેત્રા ગામેથી દારુનો મોટો જથ્થો ઝડપાયો

0
વિદેશી દારૂની 308 નંગ પેટીઓ સાથે કુલ રૂ.૨૯,૩૮,૯૨૦/- નો જથ્થો પકડતી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેત્રા ગામેથી 308 નંગ વિદેશી દારૃ ભરેલી પેટીઓ સાથે ત્રણ ઈસમો જુનાગઢ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.  ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.સ.ઇ.શ્રી જે.જે.ગઢવી. ડી.કે.ઝાલા તથા પોલીસ સ્ટાફના એ.એસ.આઇ.નિકુલ પટેલ, વિક્રમ ચાવડા તથા પો.હે.કો. જીતેશભાઈ મારૂ, ઈન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા તથા પો.કો. સાહીલ શમા વગેરે ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર હોય. તે દરમ્યાન ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળેલ કે, જૂનાગઢ ગાંધીગ્રામ
રહેતા રવિ હમીર ભારાઇ, દેસુર જેેસા  કરમટા તથા મેરા પરબત શામળાએ ભાગીદારીમાં પોતાના મળતીયા મારફતે ગેરકાયદેસર રીતે  બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ હોય અને આ
જથ્થો માંગરોળ ના માનખેત્રા ગામ પાસે કેશોદ રોડ પર આવેલ પિયુષ હરીભાઇ ખેર રહે. માનખેત્રાવાળાના સીરામક હબ નામના
ગોડાઉનમાાં રાખી તેના માણસો સાથે મળી કટીંગ કરે છે. તેવી ચોક્ક્સ હકિકત મળેલ હોય. જે હકિકત આધારે
માનખેત્રા ગામે આવેલ હકિકત વાળા ગોડાઉનમાં રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની
અલગ અલગ બ્રાન્ડની પેટીઓ ભરેલ જોવામાાં આવેલ. જે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ તથા અન્ય
મુદામાલ કબ્જે કરી માાંગરોળ પોલીસ સ્ટેશનમાં. પ્રોહીબીીશન હેઠળ ગુન્હો રજી કરાવવામાાં આવેલ. વિદેશી દારૃ ભરેલી 13 લાખ 30 હજાર ની 308 પેટીઓ તેમજ અન્ય મુદ્દામાલ સાથે કૂલ 29 લાખ 39 હજાર નો જથ્થો ઝડપી પાડયો છે. આ સાથે રવિ હમીર ભારાઈ રબારી રહે જુનાગઢ ગાંધીગ્રામ  પિયુષ હરીભાઇ ખેર રહે માનખેત્રા માંગરોળ, હિતેશ દિનેશ મેરૂડા જુનાગઢ લીરબાઈપરા આરોપીઓને ઝડપી લિધા છે.
error: Content is protected !!